આઠ ટીમોએ T20 મુંબઈ લીગ 2026 માટે ત્રણ-ત્રણ ખેલાડીઓને રીટેન કર્યા

26 April, 2026 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, યશસ્વી જાયસવાલ, શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, સરફરાઝ ખાન આઇકન પ્લેયર તરીકે જળવાઈ રહ્યા

સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, યશસ્વી જાયસવાલ, શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, સરફરાઝ ખાન આઇકન પ્લેયર તરીકે જળવાઈ રહ્યા

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ બ્લૉકબસ્ટર મેન્સ T20 મુંબઈ લીગ 2026 માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સીઝન ચાર માટે આઠ ટીમોએ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓને રીટેન કર્યા છે. ભારતનો T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, શિવમ દુબે, યશસ્વી જાયસવાલ, શાર્દૂલ ઠાકુર, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, સરફરાઝ ખાન આઇકન પ્લેયર તરીકે જળવાઈ રહ્યા છે. ઑક્શનની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

કઈ ટીમે કયા ખેલાડીઓને રીટેન કર્યા?

ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સે તુષાર દેશપાંડે, સિદ્ધેશ લાડ અને રોહન રાજેને જ્યારે ગયા વખતની રનરઅપ ટીમ SoBo મુંબઈ ફાલ્કન્સે શ્રેયસ ઐયર, અંગક્રિશ રઘુવંશી અને હર્ષ અઘાવને રીટેન કર્યા છે.

ગયા વખતની સેમી-ફાઇનલની ટીમો ઈગલ થાણે સ્ટ્રાઇકર્સે શાર્દૂલ ઠાકુર, અથર્વ અંકોલેકર અને સાઈરાજ પાટીલને જ્યારે બાંદરા બ્લાસ્ટર્સે યશસ્વી જાયસવાલ, સુવેદ પારકર અને ધ્રુમિલ માટકરને જાળવી રાખ્યા છે.

નૉર્થ મુંબઈ પૅન્થર્સમાં અજિંક્ય રહાણે, અભિજ્ઞાન કુંડુ અને તનુષ કોટિયન જ્યારે ટ્રાયમ્ફ નાઇટ્સ મુંબઈ નૉર્થ-ઈસ્ટ ટીમમાં સૂર્યકુમાર યાદવ, આયુષ મ્હાત્રે અને સૂર્યાંશ શેડગે જળવાઈ રહ્યા છે.

આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ્સે સરફરાઝ ખાન, શમ્સ મુલાની અને જય બિસ્તાને જ્યારે ARCS અંધેરી ટીમે શિવમ દુબે, દીપક શેટ્ટી અને પ્રગ્નેશ કનપિલેવારને ટીમમાં રીટેન પ્લેયર તરીકે સામેલ કર્યા છે.

cricket news shreyas iyer ajinkya rahane shivam dube yashasvi jaiswal shardul thakur tushar deshpande suryakumar yadav sarfaraz khan