19 October, 2025 09:32 AM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent
શ્રીલંકાએ ૧૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૪૬ રન કર્યા ત્યાર બાદ વરસાદનું વિઘ્ન શરૂ થયું
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં શુક્રવાર સુધીમાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ૮ મૅચ રમાઈ છે જેમાં વરસાદનો પ્રભાવ જોવા મળ્યો હતો. ભારે વરસાદને કારણે ૩ મૅચ રદ પણ રહી હતી. શુક્રવારે કોલંબોમાં વરસાદને કારણે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ મોડી રાતે ૨૦-૨૦ ઓવરની રમાડવામાં આવી હતી. એમાં સાઉથ આફ્રિકાએ DLS મેથડ હેઠળ ૧૦ વિકેટે વિજય મેળવીને ટુર્નામેન્ટમાં લાગલગાટ ચોથી જીત મેળવી હતી.
શ્રીલંકાએ ૧૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૪૬ રન કર્યા ત્યાર બાદ વરસાદનું વિઘ્ન શરૂ થયું જેને કારણે મૅચ ૨૦-૨૦ ઓવરની કરવી પડી હતી. શ્રીલંકાએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૦૫ રન કર્યા હતા. DLS નિયમ હેઠળ હરીફ ટીમને ૧૨૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. સાઉથ આફ્રિકાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૪.૫ ઓવરમાં ૧૨૫ રન બનાવીને સેમી ફાઇનલ માટેની પોતાની દાવેદારી મજબૂત કરી દીધી હતી.