14 December, 2025 10:44 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી
કલકત્તામાં મેસીની ઇવેન્ટમાં શાહરુખ ખાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ-કેપ્ટન સૌરવ ગાંગુલી અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી તેમ જ ઘણા આમંત્રિત મહેમાનો યોજના મુજબ ભાગ લઈ શક્યા નહોતાં. સૉલ્ટ લેક સ્ટેડિયમમાં અંધાધૂંધીની ઘટના બાદ મુખ્ય પ્રધાન મમતાએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘આજની અંધાધૂંધીથી હું ખૂબ જ વ્યથિત અને આઘાત પામી છું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે હું લીઅનલ મેસી તેમ જ તમામ રમતપ્રેમીઓ અને તેમના ચાહકોની દિલથી માફી માગું છું.’
આયોજકોએ મેસીની ટૂરનું અવિચારી રીતે વ્યાપારીકરણ કર્યું અને ફૅન્સની લાગણીઓને અવગણી. ચાહકોને તેમના હીરોને જોવાનો અધિકાર છે. આ બધું જાણવા છતાં આયોજકોએ ફક્ત પૈસા કમાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેને એક સભ્ય સમાજ સહન કરી શકતો નથી. - પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોસ
આ એક ખાનગી કાર્યક્રમ હતો જે એક PR એજન્સી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. AIFF આ કાર્યક્રમના આયોજન અથવા અમલીકરણમાં કોઈ પણ રીતે સામેલ નહોતું. કાર્યક્રમની વિગતો જણાવવામાં આવી નહોતી કે ફેડરેશન પાસેથી કોઈ મંજૂરી માગવામાં આવી નહોતી- લ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન (AIFF)
મમતા બૅનરજીએ વધુમાં કહ્યું હતું કે ‘હું ન્યાયાધીશ (નિવૃત્ત) અસીમ કુમાર રેના નેતૃત્વમાં એક તપાસ-કમિટીની રચના કરી રહી છું જેમાં ગૃહ વિભાગના મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવને સભ્યો તરીકે સામેલ કરવામાં આવશે. કમિટી આ ઘટનાની વિગતવાર તપાસ કરશે, જવાબદારી નક્કી કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં સૂચવશે. ફરી એક વાર હું બધા રમતપ્રેમીઓની દિલથી માફી માગું છું.’