Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કૅરોલિના મુચોવા-જેકબ મેન્સિક યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સ ચૅમ્પિયન

ચેક રિપબ્લિકની કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિકે પ્રથમ વખત સાથે રમતાં યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો. ફાઇનલમાં તેમણે બેલિન્ડા બેન્સિક અને ફ્લેવિયો કોબોલીને હરાવ્યાં.

28 August, 2026 10:38 IST | New York | Gujarati Mid-day Correspondent

આપણે અડધી ઑલિમ્પિક્સમાં ભાગ પણ નથી લેતા, એમાં સુધારાની જરૂર છે : નરેન્દ્ર મોદી

સ્ક્રીન, પ્લેસ્ટેશન કરતાં સ્પોર્ટ્‍સ સેન્ટર અને પ્લેગ્રાઉન્ડ પર મહત્ત્વ આપવાનું સૂચન કર્યું વડા પ્રધાને

28 August, 2026 09:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

US ઓપનમાં પતિ-પત્નીની જોડી સેમી ફાઇનલમાં

યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સમાં ગૅલ મોનફિલ્સ અને એલિના સ્વિતોલિના સેમી ફાઇનલમાં પહોંચ્યાં છે. ચૅમ્પિયન બનશે તો ૧૯૦૫ બાદ ગ્રૅન્ડ સ્લૅમમાં ઇતિહાસ રચનારી પતિ-પત્નીની બીજી જોડી બનશે.

27 August, 2026 11:54 IST | New York | Gujarati Mid-day Correspondent

ચાઇના માસ્ટર્સ સુપર 750માંથી પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીએ નામ પાછું ખેંચ્યું

ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટમાંથી પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીએ પોતાનાં નામ પાછાં ખેંચ્યાં છે. વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ બાદ આગામી એશિયન ગેમ્સ માટે ફિટ રહેવાના હેતુથી બન્નેએ આ નિર્ણય લીધો છે.

26 August, 2026 04:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પીઆર શ્રીજેશ

હૉકી વર્લ્ડ કપમાં પુરુષ અને મહિલા ટીમની નિષ્ફળતા પર પી.આર. શ્રીજેશે ટીકા કરી

હૉકી વર્લ્ડ કપમાં ભારતની પુરુષ અને મહિલા ટીમ સેમી-ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી છે. ટીમોના નિરાશાજનક પ્રદર્શન બાદ ભૂતપૂર્વ ગોલકીપર પી.આર. શ્રીજેશે હૉકી મૅનેજમેન્ટની ટીકા કરીને જવાબદારી સ્વીકારવાની માગ કરી છે.

26 August, 2026 03:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્જેન્ટિના સામે મળેલી કારમી હાર સાથે મેન્સ હૉકી ટીમ પણ વર્લ્ડ કપમાંથી આઉટ

આર્જેન્ટિના સામે મળેલી કારમી હાર સાથે મેન્સ હૉકી ટીમ પણ વર્લ્ડ કપમાંથી આઉટ

મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારતને આર્જેન્ટિના સામે ૩-૫થી હારનો સામનો કરવો પડ્યો. સેમી-ફાઇનલમાં પહોંચવા માટે ભારતને ઓછામાં ઓછા બે ગોલથી જીત જરૂરી હતી, પરંતુ આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને ભારતની સફરનો અંત લાવી દીધો.

25 August, 2026 02:45 IST | Amstelveen | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉ પછી ભારતીય વિમેન્સ ટીમ  હૉકી વર્લ્ડ કપની સેમી-ફાઇનલની રેસમાંથી આઉટ

ભારતીય વિમેન્સ ટીમ હૉકી વર્લ્ડ કપની સેમી-ફાઇનલની રેસમાંથી આઉટ

વિમેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારતની સેમી-ફાઇનલની આશા ડ્રૉ સાથે તૂટી ગઈ. ભારત અને ઑસ્ટ્રેલિયાના પૉઇન્ટ સમાન હતા, પરંતુ વધુ ગોલના કારણે ઑસ્ટ્રેલિયાએ પૂલ Eમાંથી નેધરલૅન્ડ્સ સાથે સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

25 August, 2026 02:37 IST | Amstelveen | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

અમારો ગોલ ફુટબૉલ છે: લોગ આપકો પાગલ બોલ રહે હૈં તો ઇસકા મતલબ આપ સહી જા રહે હો

ફુટબૉલ વર્લ્ડ કપનો ફીવર બરાબર જામ્યો છે ત્યારે મળીએ આ રમતનું પૅશન ધરાવતા અને એને પ્રોફેશન બનાવવા માગતા ગુજરાતીઓને. ‌‌‌‌ક્રિકેટપ્રેમી ભારત ફુટબૉલમાં વર્લ્ડ લેવલ પર ઘણું પાછળ છે ત્યારે આ ગેમમાં કોઈ કરીઅર બનાવવા માગતું હોય તો આશ્ચર્ય જરૂર થાય, પણ આ દીવાનાઓ તો કહે છે... ફુટબૉલના આગામી ત્રણ વર્લ્ડ કપમાં હું ભારતની ટીમને જોતો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને તાલીમ ક્ષેત્રે હજુ ઘણું કામ કરવાનું છે. ખેલાડીઓને તૈયાર થવામાં વાર લાગશે, છતાં ડંકે કી ચોટ પર કહું છું કે ફુટબૉલમાં કરીઅર છે, છે ને છે જ. ફુટબૉલમાં પણ પૈસો, પ્રસિદ્ધિ અને સ્ટારડમ છે. બસ, રમવાનું ઝનૂન અને પાગલપંતી ખતમ ન થવાં જોઈએ. અન્ય સ્પોર્ટ સાથે તુલના કરવાની જરૂર નથી. આજથી ૨૦ વર્ષ પહેલાં ફુટબૉલ રમવાની વાત કરી ત્યારે અનેક લોકોએ મને કહ્યું હતું, પાગલ છે? ફુટબૉલનો ક્રેઝ હોતો હશે? એમાં કરીઅર અને પૈસા નથી; જોકે હું આજે પણ ફુલ ટાઇમ પ્રોફેશનલ ફુટબૉલર છું. આ શબ્દો છે ઇન્ડિયન સુપર લીગ (ISL)ની Sporting Club Delhiના ૩૬ વર્ષના ડિફેન્ડર આશુતોષ મહેતાના. આશુતોષ કહે છે, ‘દરેક સ્પોર્ટ્‍સપર્સનનું ડ્રીમ હોય છે વર્લ્ડ કપ રમવાનું, પરંતુ વાસ્તવિકતાને સ્વીકારવી જરૂરી છે. ૨૦ વર્ષમાં ફુટબૉલજગત ઘણું બદલાયું છે. નવા ભારતના યુવા ખેલાડીઓ મૉડર્ન ફુટબૉલ રમે છે. તેઓ આક્રમક અને ઊર્જાથી ભરપૂર છે. એક દિવસ આવશે જ્યારે તેઓ ભારતને વૈશ્વિક ફલક પર લઈ જશે. મને હંમેશાંથી ફુટબૉલ જ રમવું હતું. આ સ્પોર્ટ કેમ એનો મારી પાસે જવાબ નથી. બે દાયકાથી વિશ્વમાં નંબર વન મનાતી ગેમમાં છું અને ભારતના ટૉપ લેવલના ખેલાડીઓમાં મારી ગણના થાય છે. ક્યાંક પહોંચવા મેદાનમાં રહેવું મહત્ત્વપૂર્ણ છે. કોઈને લાગતું હોય કે આ ઘેલછા છે તો માનજો તમે સાચી દિશામાં છો. પાગલ નહીં બોલા તો આપ ગલત રાસ્તે પે હો, ફિર છોડ દો...’ લોકલ મૅચથી નૅશનલ ટીમ સુધી આશુતોષ મલાડનો રહેવાસી છે. સ્કૂલમાં ભણવામાં ઍવરેજ સ્ટુડન્ટ હતો. રમતગમતમાં અતિશય રુચિ હતી. ટીવી પર ફુટબૉલ ટુર્નામેન્ટ જોવાનો ક્રેઝ હતો. ૧૦૦-૨૦૦ મીટરની દોડ અને હાઈ જમ્પ સ્પર્ધામાં ભાગ લેતો. કોચ ખાલિદ જમીલ અત્યારે ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (AIFF) દ્વારા નિમાયેલી નૅશનલ મેન્સ ફુટબૉલ ટીમના કોચ છે. તેમણે આશુતોષની ક્ષમતાને ઓળખીને કહ્યું, ફુટબૉલ રમવું જોઈએ. આશુતોષ કહે છે, ‘ત્યાર બાદ તેમના માર્ગદર્શનમાં ફુટબૉલ રમવાનું શરૂ કર્યું. જોકે પ્રોફેશનલ ફુટબૉલર બનવું સરળ નહોતું. શરૂઆતમાં લોકલ મૅચ રમીને કુશળતા કેળવી, રમતનાં વિવિધ પાસાંઓને સમજવાનો પ્રયાસ કર્યો. ૨૦૧૦માં I-Leagueની ટીમ Mumbai FCમાં પહેલો મોટો બ્રેક મળ્યો. જુદી-જુદી ૧૦ ક્લબ માટે રમ્યો છું. ૨૦૧૪માં ISLની સૌપ્રથમ સીઝનમાં FC Pune City ટીમમાં સ્થાન મળ્યું. NorthEast United FC માટે રમતી વખતે શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જેના કારણે નૅ‌‌શનલ ટીમના દરવાજા ખૂલ્યા. લાંબા સમય સુધી ડોમેસ્ટિક ફુટબૉલમાં સતત સારું પ્રદર્શન કર્યા પછી માર્ચ, ૨૦૨૧માં વર્ષો જૂનું સપનું પૂરું થયું. તત્કાલીન હેડ કોચે ઓમાન-UAE ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે સિલેક્ટ કર્યો. Blue Tigersની જર્સી પહેરીને ભારત માટે ડેબ્યુ કર્યું. આ મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. જોકે ડિફેન્ડર તરીકે મારા પ્રદર્શનની નોંધ લેવાઈ. આંતરરાષ્ટ્રીય ફુટબૉલ મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હું પહેલો ગુજરાતી ફુટબૉલર બન્યો. આ સિદ્ધિ અને અત્યારે હું જે સ્થાન પર છું એનું સંપૂર્ણ શ્રેય કોચ ખાલિદ જમીલને જાય છે. ૧૨ વર્ષ સુધી તેઓ મારા કોચ રહ્યા. ISLની પ્રથમ સીઝનથી જ ટોચની ફ્રૅન્ચાઇઝી માટે પ્રોફેશનલ ફુટબૉલર તરીકે રમું છું.’ ફુટબૉલ કલ્ચર વૈશ્વિક ફુટબૉલ અને ભારતનું ફુટબૉલ કલ્ચર તદ્દન જુદું છે. યુરોપ-અમેરિકામાં ફુટબૉલ રિલિજિયન સમાન છે. પેઢીઓથી લોકો મૅચ જોવાના દીવાના છે. સ્થાનિક ક્લબને ફુલ સપોર્ટ કરે છે. લોકલ મૅચના દિવસે પણ આખું શહેર ઊમટી પડે છે. ભારતમાં ક્રિકેટનો પ્રભાવ છે અને ફુટબૉલના ચાહકો બે ભાગમાં વહેંચાયેલા છે. પશ્ચિમ બંગાળ, કેરલમ અને નૉર્થ-ઈસ્ટમાં સ્થાનિક ફુટબૉલનો ક્રેઝ છે; જ્યારે બાકીના વિદેશી ક્લબોને વધુ ફૉલો કરે છે. તફાવત વિશે આશુતોષ કહે છે, ‘યુરોપ અને અમેરિકામાં દેશના ખૂણે-ખૂણે ફુટબૉલ રમાય છે. ભારતમાં આ કલ્ચર ચોક્કસ રાજ્યો પૂરતું સીમિત છે. કેરલમ, કલકત્તા, ગોવા અને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં ફુટબૉલ જીવનશૈલીનો ભાગ છે. કલકત્તામાં ૭૦,૦૦૦ની મેદની ઊમટે છે. આ વાતાવરણ આખા ભારતમાં નથી. અત્યારે દેશના હજારો યુવાનો વર્લ્ડ કપ જોવા રાતના ઉજાગરા કરે છે. પોતાની ફેવરિટ ટીમના રંગમાં રંગાઈ જાય છે. જોકે એમાં કંઈ ખોટું નથી. જે દિવસે ભારતીય ચાહકો મોડી રાત્રે યુરોપિયન મૅચો જોવાની સાથે સાંજે સ્થાનિક મેદાન પર ભારતીય ક્લબોને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જશે એ દિવસે ભારતીય ફુટબૉલ કલ્ચર ખરા અર્થમાં વૈશ્વિક બની જશે. જોકે ISL આવ્યા પછી ભારતીય ફુટબૉલરો લાઇમલાઇટમાં આવ્યા. ખેલાડીને રિસ્પેક્ટ અને ઓળખ મળ્યા. ફાઇનૅન્શિયલ લાભ પણ મળવા લાગ્યો છે. મેં રમવાનું શરૂ કર્યું ત્યારે સુવિધાના નામે મીંડું હતું. આજે પણ દેશમાં ફુટબૉલનાં મેદાનોની કમી છે. માળખાગત સુવિધાઓ મર્યાદિત છે છતાં નવી પેઢીના ફુટબૉલરો મૅચ્યોર્ડ અને સ્માર્ટ છે. મૉડર્ન ફુટબૉલ સાથે તેમનો પરિચય થઈ રહ્યો છે. તાલીમ દરમ્યાન ખેલાડીની સ્લીપ, હાઇડ્રેશન, ન્યુટ્રિશન, ફિટનેસ વગેરે બાબતો પર ખાસ ધ્યાન અપાય છે. ઘણા પેરન્ટ્સ પૂછે છે, મારા દીકરાને ફુટબૉલર બનવું છે તો શું કરીએ? હું તેમને કહું છું, આક્રમક ગેમ છે; સર્જ્યન બનવું સહેલું છે, ફુટબૉલર બનવું અઘરું છે; દરેક ગેમ નવી ચૅલેન્જ લઈને આવે છે; ડિસિપ્લિન અને અલગ માઇન્ટસેટ હોય તો રમવા દો.’ ૩૫૦ ગેમ રમી ચૂક્યો છું, ૩૬ વર્ષનો થયો અને હજી મેદાનમાં રહેવું છે. સોશ્યલ મીડિયા પર સ્પોર્ટ્‍સમૅનની લાઇફ ફૅન્સી લાગે છે, પણ હકીકતમાં અમારી લાઇફ બોરિંગ છે. વ્યાયામ, ઊંઘ, વજન કરીને ખાવાનું, પ્રૅક્ટિસ આ બધું જીવન સાથે એવું વણાઈ ગયું છે કે એના વિના શું કરીશ એ વિચાર ડરામણો છે. મને બીજું કંઈ કરતાં આવડતું નથી. જોકે એક દિવસ મેદાન છોડવાનું છે. જે દિવસે રમવાનું બંધ થયું એ ડાઉનફૉલ હશે. મેસી મૅજિક ફુટબૉલનો સુપરસ્ટાર લીઅનલ મેસી ગયા વર્ષે ૧૪ ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો ત્યારે કાન ફાડી નાખે એટલા જોરથી ફૅન્સ મેસી... મેસી....ની બૂમો પાડતા હતા. આશુતોષ મહેતા માટે પણ જિંદગીની એ યાદગાર ક્ષણ હતી જ્યારે તે મેસીને રૂબરૂ મળ્યો. જોકે ભાષાની મર્યાદાના લીધે વધુ વાતચીત થઈ ન શકી. રસપ્રદ વાત એ કે આશુતોષનો ફેવરિટ ફુટબૉલર મેસી નહીં પણ ક્રિસ્ટીઆનો રોનાલ્ડો છે. તે કહે છે, ‘મારો ઑલ-ટાઇમ પસંદીદા પ્લેયર હંમેશાં રોનાલ્ડો જ રહેશે. ૪૧ વર્ષની ઉંમરે પણ જે હાઈ એનર્જી, ફિટનેસ અને ઝનૂન સાથે મેદાન પર ઊતરે છે એ મને સૌથી વધુ ઇન્સપાયર કરે છે. ગેમ પર તેનો જબરદસ્ત પ્રભાવ હોય છે. એક પ્લેયર તરીકે મને આ ઇન્ટેન્સિટી આકર્ષે છે.’
12 July, 2026 05:52 IST | Mumbai | Varsha Chitaliya

છઠ્ઠો વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતવાની પી.વી. સિંધુની આશા પર પાણી ફરી વળ્યું

છઠ્ઠો વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતવાની પી.વી. સિંધુની આશા પર પાણી ફરી વળ્યું

પી.વી. સિંધુ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પહેલી વખત ચીનની ખેલાડી સામે હારી છે. અગાઉ આ ટુર્નામેન્ટમાં ચીનની હરીફો સામે રમેલી આઠેય મૅચમાં સિંધુએ જીત નોંધાવી હતી.

21 August, 2026 01:35 IST | China | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧ વર્ષ પછી ભારતની વિમેન્સ જોડીની એન્ટ્રી

વર્લ્ડ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧ વર્ષ પછી ભારતની વિમેન્સ જોડીની એન્ટ્રી

વર્લ્ડ બૅડ્‍મિન્ટન ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧ વર્ષે વિમેન્સ ડબલ્સની ભારતીય જોડીએ એન્ટ્રી મારી છે. આજે દિલ્હીમાં બપોરે ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની જોડી સામે ટકરાશે. 

21 August, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશદીપ સિવાચનો મમ્મી સાથેનો બાળપણનો ફોટો.

હૉકી વર્લ્ડ કપમાં રમનારી વિશ્વની પ્રથમ મા-દીકરાની જોડી બની

ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન પ્રીતમ રાનીએ ૧૯૯૮માં નેધરલૅન્ડ્સમાં મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો જ્યારે યશદીપે પુરુષોના હૉકી વર્લ્ડ કપ 2026માં ભારત તરફથી ડેબ્યુ કર્યું છે. 

21 August, 2026 01:11 IST | Haryana | Gujarati Mid-day Correspondent

મેગ્નસ કાર્લસન મેચ પછીની ટિપ્પણીઓમાં ગુકેશની રમતના વખાણ કર્યા

મેગ્નસ કાર્લસન મેચ પછીની ટિપ્પણીઓમાં ગુકેશની રમતના વખાણ કર્યા

ગુકેશ પર વિજય મેળવ્યા પછી, મેગ્નસ કાર્લસને પોતાના વિચારો શેર કર્યા, જીત છતાં તેને "સામાન્ય દિવસ" ગણાવ્યો. ચેસ ચેમ્પિયન નમ્ર રહ્યો, સ્વીકાર્યું કે તેની ચાલ ખાસ ખાસ નહોતી. તેણે ગુકેશના પ્રદર્શનની પણ પ્રશંસા કરતા કહ્યું, "તે ખરેખર સારું રમ્યો - તે મારો દિવસ નહોતો, પરંતુ તે સારો હતો," યુવા ખેલાડીના બોર્ડ પર મજબૂત પ્રદર્શનને સ્વીકારતા. વિડિઓ જુઓ.

03 June, 2025 05:23 IST | Stavanger

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK