03 October, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક (GIFT) સિટી ખાતે આવેલા નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ સર્વિસ સેન્ટર (IFSC) NSE IXમાં GIFT નિફ્ટીના ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં માસિક ટર્નઓવરનો ૧૦૦.૭ અબજ યુએસ ડૉલરનો વિક્રમ સર્જાયો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ૮,૪૩,૭૧૩ કરોડ રૂપિયાની સમકક્ષ એવા ૧૦૦.૭ અબજ યુએસ ડૉલરના ૧૯,૭૫,૪૬૮ કૉન્ટ્રૅક્ટ્સ ટ્રેડ થયા હતા.
આ પહેલાં ૩૦ ઑગસ્ટ, ૨૦૨૪એ ૧૦૦.૧૩ અબજ યુએસ ડૉલરના ટર્નઓવરનો વિક્રમ હાંસલ થયો હતો.