20 January, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ તળપડે
‘પુષ્પા: ધ રાઇઝ પાર્ટ 1’ના હિન્દી વર્ઝનમાં અલ્લુ અર્જુનના રોલ માટે ડબિંગ કરવી શ્રેયસ તળપડે માટે સરળ હતું. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળી રહી છે. શ્રેયસે પુષ્પાનો રોલ કરનાર અલ્લુ અર્જુનની પણ ખૂબ પ્રશંસા કરી છે. ફિલ્મને લઈને શ્રેયસે કહ્યું કે ‘ફિલ્મને જે રિસ્પોન્સ મળી રહ્યો છે એનાથી હું ખુશ છું. દરેક કલાકારના કામની પ્રશંસા કરવામાં આવે તો એ ખૂબ મોટી વાત છે. એને લઈને હું નસીબદાર છું. હું સતત ડબિંગ નથી કરતો. ‘પુષ્પા’ અગાઉ મેં ‘ધ લાયન કિંગ’ની ડબિંગ કરી હતી. એણે પણ બૉક્સ-ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. હવે ‘પૂષ્પા’ પણ બૉક્સ-ઑફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. અલ્લુ અર્જુન જીએ આપેલા પ્રશંસનિય પર્ફોર્મન્સને હું શ્રેય આપુ છે, જેણે મારુ કામ સરળ બનાવી દીધુ હતું. દરેક ઍક્ટરનુ સપનુ હોય છે આવા પ્રોજેક્ટમાં જોડાવાનુ અને તેના જેવી લાઇન્સ બોલવાનું. એક ઍક્ટર તરીકે મારે એ પાત્ર ભજવવાની તક નથી મળી. જોકે મને એ વાતની ખુશી છે કે હું મારા અવાજ દ્વારા લોકો સુધી પહોંચી રહ્યો છું.’