રશ્મિકા-વિજય દેવરાકોંડાની સીક્રેટ લંચ-ડેટ

31 March, 2025 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રશ્મિકા મંદાનાની ‘સિકંદર’ રવિવારે રિલીઝ થઈ છે અને આને કારણે રશ્મિકા બહુ ઉત્સાહમાં છે. હાલમાં રશ્મિકા તેના બૉયફ્રેન્ડ વિજય દેવરાકોંડા સાથે મુંબઈની એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી.  બન્નેને સાથે જોઈને લાગતું હતું કે તેઓ લંચ-ડેટ માટે આવ્યાં હશે.

રશ્મિકા મંદાના તેના બૉયફ્રેન્ડ વિજય દેવરાકોંડા સાથે મુંબઈની એક રેસ્ટોરાંમાં

રશ્મિકા મંદાનાની ‘સિકંદર’ રવિવારે રિલીઝ થઈ છે અને આને કારણે રશ્મિકા બહુ ઉત્સાહમાં છે. હાલમાં રશ્મિકા તેના બૉયફ્રેન્ડ વિજય દેવરાકોંડા સાથે મુંબઈની એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી.  બન્નેને સાથે જોઈને લાગતું હતું કે તેઓ લંચ-ડેટ માટે આવ્યાં હશે. આ લંચ-ડેટ સમયે પહેલાં રશ્મિકા કૅઝ્‍યુઅલ આઉટફિટમાં રેસ્ટોરાંમાં દાખલ થઈ હતી અને તેણે ફોટોગ્રાફરો સાથે વાતો પણ કરી હતી. જોકે થોડી સેકન્ડ પછી વિજય દેવરાકોંડા આવ્યો હતો, પણ તે ફોટો ક્લિક કરાવ્યા વિના સીધો રેસ્ટોરાંમાં ચાલ્યો ગયો હતો. એ સમયે વિજય દેવરાકોંડાએ તેનો ફેસ ઢાંકી રાખ્યો હતો.

બૉલીવુડની કૉમ્પિટિશન સાથે મારે કોઈ લેવા-દેવા નથી
રશ્મિકા મંદાનાએ કહ્યું છે કે મેં મારા વિકલ્પ પસંદ કર્યા છે અને હું ભવિષ્યની સંપૂર્ણ જવાબદારી લઉં છું. હાલમાં બૉલીવુડમાં રશ્મિકા મંદાનાની બોલબાલા છે. તેની ફિલ્મ ‘છાવા’ બૉક્સ-ઑફિસ પર તો સારો દેખાવ કરી જ રહી છે, પણ સલમાન સાથેની ‘સિકંદર’ વિશે પણ ફૅન્સમાં ઉત્સાહનું જબરું વાતાવરણ છે. જોકે આ સંજોગોમાં રશ્મિકાએ બૉલીવુડમાં સ્પર્ધા વિશેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રશ્મિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં કન્નડા, તેલુગુ, તામિલ તેમ જ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને હું બહુ જલદી મલયાલમ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તૈયારીમાં છું. આમ હું અલગ-અલગ ભાષાની ફિલ્મોમાં કામ કરી રહી છું. મારા નિર્ણયો મારા પોતાના છે. હું કુર્ગની છું. મેં કન્નડા ફિલ્મથી શરૂઆત કરી હતી અને પછી તામિલ તેમ જ હિન્દીમાં કામ કર્યું  છે. મેં મારા વિકલ્પો પસંદ કર્યા છે અને હું આવનારા ભવિષ્યની સંપૂર્ણ જવાબદારી લઉં છું.’

બૉલીવુડના સ્પર્ધાત્મક વાતાવરણ વિશે રશ્મિકાએ કહ્યું હતું કે મને લાગે છે કે બૉલીવુડમાં જેને કૉમ્પિટિશન કહેવામાં આવે છે એની સાથે મારે કોઈ પ્રકારની લેવા-દેવા નથી.

rashmika mandanna vijay deverakonda sikandar relationships bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news