12 December, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
CINTAAની મીટિંગમાં પૂનમ ઢિલ્લોં, પદ્મિની કોલ્હાપુરે તથા અન્યો
સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશન (CINTAA)એ રાજ કપૂરની જન્મશતાબ્દી ઊજવવા એક મ્યુઝિકલ ઈવનિંગનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ આયોજન CINTAAમાં પ્રેસિડન્ટ પૂનમ ઢિલ્લોં અને સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પદ્મિની કોલ્હાપુરે દ્વારા થશે. રાજ કપૂરની જન્મશતાબ્દી ૧૪ ડિસેમ્બરે છે, પણ CINTAAનો કાર્યક્રમ મુકેશ પટેલ ઑડિટોરિયમમાં ૧૮ ડિસેમ્બરે થશે. આ કાર્યક્રમમાં ભારતીય સિનેમાના શોમૅન રાજ કપૂરને સેલિબ્રેટ કરવા નીતિન મુકેશ, કવિતા કૃષ્ણમૂર્તિ, સુરેશ વાડકર, શૈલેન્દ્ર સિંહ, સુદેશ ભોસલે જેવાં ગાયક કલાકારો ભેગાં થશે. આ ગાયકો આર. કે. ફિલ્મ્સની ફિલ્મોમાં અવિસ્મરણીય ગીતોને રજૂ કરીને રાજ કપૂરને અંજલિ આપશે.