સોનુ સુદ મળવા માટે ચલાવી 1200 કિમી સાયકલ, સોનું સુદે ફેનને તેડીને....

16 July, 2021 07:37 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા સોનુ સુદને મળવા ફેન્સ કેટલા પ્રયાસો કરતા હોય છે. એવા જ એક ચાહક સોનુ સુદને મળવા માટે 1200 કિમી સાયકલ ચલાવી મુંબઈ પહોંચ્યા હતાં.

તસવીર: વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ

કોરોના લોકડાઉનમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ કર્યા પછી જ લોકોએ દેવની જેમ સોનુ સૂદ (Sonu sood)ની ઉપાસના શરૂ કરી દીધી છે. લોકોમાં સોનુનો ક્રેઝ એવો છે કે એક વ્યક્તિ તેને મળવા માટે 1200 કિલોમીટર સાયકલ ચલાવીને મુંબઈ પહોંચી ગયો હતો. આ વ્યક્તિએ તેની સાયકલમાં સોનુ સૂદનો મોટો ફોટો પણ મૂક્યો હતો.

જ્યારે આ વ્યક્તિ સોનુ સૂદના ઘરની બહાર પહોંચ્યો ત્યારે અભિનેતા પોતે તેમને મળવા માટે પહોંચ્યા હતા. આ પછી તેમણે સોનુ સૂદના ચરણોમાં ફૂલો અર્પણ કરવા લાગ્યો તો સોનુએ તેને ઉપાડ્યો અને તેના ગળામાં માળા પહેરાવી હતી. આ પછી સોનુએ હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે અગાઉ એક વ્યક્તિ સોનુને મળવા માટે હૈદરાબાદથી લગભગ 700 કિ.મી.ની મુસાફરી પછી મુંબઇ પહોંચ્યો હતો. રઘુ નામના આ વ્યક્તિ સાથે ફોટો શેર કરતાં સોનુએ લખ્યું હતું કે રઘુ હૈદરાબાદથી પગપાળા મુંબઇ આવ્યો હતો અને રાત્રે 11 વાગ્યે મારા ઘરે પહોંચ્યો હતો. આ ત્રીજો વ્યક્તિ છે જે મારા ઘરે પગથી આવ્યો છે. તમારા બધાનો જે પ્રેમ મળે છે તેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. પરંતુ હું તમને બધાને વિનંતી કરું છું કે આ કરીને તમારા જીવનને જોખમમાં ના મૂકો.

રઘુ પહેલા વેંકટેશ નામનો ચાહક હૈદરાબાદથી પગપાળા મુંબઇ પહોંચ્યો હતો. આ માહિતી આપતાં સોનુએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે વેંકટેશ. મારા દ્વારા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાઈ હોવા છતાં આ છોકરો મને મળવા માટે હૈદરાબાદથી મુંબઇ ઉઘાડા પગે ચાલીને આવ્યો. 

ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરશે

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સોનુ સૂદે નેલ્લોરની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવ્યો હતો. સોનુ સૂદ વધુ 16 આવા પ્લાન્ટ્સ તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સ્થાપશે. 

સોનુ સૂદે(sonu sood) તાજેતરમાં ધનબાદના આંતરરાષ્ટ્રીય શૂટર કોનિકા લૈકને 2.5 લાખ રૂપિયાની જર્મન રાઇફલ મોકલી હતી. ખરેખર તેની પાસે રાઇફલ ન હોવાને કારણે કોનિકાએ મિત્રો પાસેથી ઉધાર લઈને ટૂર્નામેન્ટ્સ રમવી પડી હતી. પરંતુ સોનુની મદદ બાદ હવે કોનિકા પોતાની રાઇફલથી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. 10 માર્ચે સોનુ સૂદે ટ્વિટ કરીને કોનિકાને રાઇફલ આપવાનું વચન આપ્યું હતું. આ રાઇફલ જર્મનીથી આયાત કરવામાં આવી હતી. કોનિકાએ જણાવ્યું કે 24 જૂને આ રાઇફલ તેની પાસે પહોંચી ગઈ હતી. આ સાથે જ કોનિકાએ વીડિયો કોલ દ્વારા સોનુ સૂદ સાથે પણ વાત કરી હતી.

sonu sood bollywood news