લંગડા ત્યાગી બનવું હતું વિવેક ઑબેરૉયને

30 July, 2021 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લિયમ શેક્સપિયરની નૉવેલ ‘ઑથેલો’ પરથી વિશાલ ભારદ્વાજે ૨૦૦૬માં ‘ઓમકારા’ બનાવી હતી

વિવેક ઑબેરૉય - તસવીર - સતેજ શિંદે

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે ‘ઓમકારા’માં તેને લંગડા ત્યાગીનું પાત્ર ભજવવું હતું. વિલિયમ શેક્સપિયરની નૉવેલ ‘ઑથેલો’ પરથી વિશાલ ભારદ્વાજે ૨૦૦૬માં ‘ઓમકારા’ બનાવી હતી. આ ફિલ્મને બુધવારે પંદર વર્ષ થયાં હતાં, જેમાં સૈફ અલી ખાને લંગડા ત્યાગીનું પાત્ર ભજવ્યું હતું અને વિવેકે કેશુ ફિરંગીનું. આ વિશે વાત કરતાં વિવેકે કહ્યું હતું કે ‘વિશાલભાઈ અને અજયે મને જ્યારે આ ફિલ્મ માટે કૉલ કર્યો હતો ત્યારે અમે સાથે બેઠા હતા અને સ્ક્રિપ્ટ વાંચી હતી અને મને ખૂબ જ પસંદ પડી હતી. વિશાલભાઈએ મને કહ્યું હતું કે તેઓ મારામાં કેસુ ફિરંગીને જોઈ રહ્યા છે. જોકે હું લંગડા ત્યાગીનું પાત્ર ભજવવા માગતો હતો. તેમણે મને કહ્યું હતું કે એ પાત્ર ભજવવા માટે હું ખૂબ જ યુવાન લાગું છું. આ પાત્ર સૈફને ભાગે ગયું હતું અને તેણે નેગેટિવ રોલ માટે ઘણા અવૉર્ડ જીત્યા હતા. મને કેસુ ફિરંગી માટે સપોર્ટિંગ રોલના ઘણા અવૉર્ડ મળ્યા હતા. ’

bollywood news omkara vishal bhardwaj vivek oberoi saif ali khan