23મા ઝી સિને એવોર્ડ્સ 2025: નાની ફૅન સાથે ટાઇગર શ્રૉફના ડાન્સે કર્યા બધાને શૉક

21 May, 2025 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દરેક પ્રદર્શન સાથે, તે એક નવો બૅન્ચમાર્ક સેટ કરે છે - અને ગઈ રાત પણ તેનો અપવાદ નહોતી. ચાહકોને તેને ઍક્શનમાં જોવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. ટાઇગરની બહુપ્રતિક્ષિત ‘બાગી 4’, 5 સપ્ટેમ્બર 2025 ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.

ટાઇગર શ્રૉફ અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

23મા ઝી સિને એવોર્ડ્સ 2025માં, બધાની નજર ઍક્શન સુપરસ્ટાર ટાઇગર શ્રૉફ પર હતી કારણ કે તેણે તેના હાઇ-ઑક્ટેન ડાન્સ પર્ફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી - પરંતુ આ શોમાં તેણે સૌથી હૃદયસ્પર્શી ટ્વિસ્ટથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. ટાઇગરના આકર્ષક અભિનય પહેલાં, ટાઇગરે સ્ટેજ પર એક યંગ ફૅન અને "છોટી ડાન્સ રાયવલ" સાથે એક મજેદાર, અચાનક ડાન્સ બેટલ કરી હતી જેણે પ્રેક્ષકોને એકદમ ખુશ કરી દીધા હતા.

ટાઇગર શ્રૉફ તેની અજોડ ચપળતા, શક્તિશાળી ઍક્શન અને જબરદસ્ત ડાન્સ મૂવ્સ માટે જાણીતો છે. હવે ટાઇગરે ફરી એકવાર તેના શ્રેષ્ઠ નાઈટ પ્રદર્શન સાથે પોતાનો સ્તર ઊંચો કર્યો છે. હવામાં જમ્પ મારવાથી લઈને સહેલાઇથી કુશળતા બતાવવા સુધી, તેણે શાબ્દિક રીતે ડાન્સ ફ્લોર તોડી નાખ્યો હતો. પરંતુ ટાયગરે યંગ ડાન્સર સાથે શૅર કરેલી મનોરંજક ક્ષણ હતી જેણે દરેક દર્શકોના દિલ જીતી લીધા. ટાઇગર, જે હંમેશા બાળકો સાથે મજાક મસ્તી કરતો રહે છે અને તે ઘણીવાર તેના નાના ફૅન્સ સાથે વાતચીત કરતો જોવા મળે છે, તેણે નાના કલાકાર સાથે એક મીઠી, રમતિયાળ સ્પર્ધામાં મૂવ્સ મૅચ કર્યા - દરેકને યાદ અપાવે છે કે તે ફક્ત એક ઍક્શન કિંગ જ નહીં પણ બાળકોમાં પણ પ્રિય છે.

ડાન્સ, સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ અને દરેક સ્ટેજ પર તે જે અસીમ ઉર્જા લાવે છે તે ટાઇગર શ્રૉફને પોતાની એક લીગ બનાવે છે. દરેક પ્રદર્શન સાથે, તે એક નવો બૅન્ચમાર્ક સેટ કરે છે - અને ગઈ રાત પણ તેનો અપવાદ નહોતી. ચાહકોને તેને ઍક્શનમાં જોવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. ટાઇગરની બહુપ્રતિક્ષિત ‘બાગી 4’, 5 સપ્ટેમ્બર 2025 ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.

‍સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ‘બાગી 4’માં ૨૦૨૧માં મિસ યુનિવર્સ બનેલી હરનાઝ સંધુની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ છે. આ ફિલ્મમાં હાલમાં જ પંજાબી ઍક્ટ્રેસ સોનમ બાજવાની એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મમાં સંજય દત્ત પણ છે. ‘બાગી 4’નું ટાઇગર શ્રોફનું લોહિયાળ પોસ્ટર રિલીઝ કર્યા પછી એના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ સંજય દત્તનો ‘ઍનિમલ’ના રણબીર કપૂરને પણ સારો કહેવડાવે એવો અવતાર રજૂ કર્યો હતો. આ પોસ્ટરમાં સંજય દત્તના હાથમાં એક નિશ્ચેતન મહિલા જોવા મળે છે. ‘બાગી 4’ આવતા વર્ષે પાંચમી સપ્ટેમ્બરે રિલીઝ થશે એવી ધારણા છે.

tiger shroff viral videos upcoming movie entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood