અશનીર ગ્રોવરની બાયોપિકમાં ૬૧ વર્ષના આમિર ખાનની હિરોઇન બનશે ૩૯ વર્ષની શ્રદ્ધા કપૂર?

21 April, 2026 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું નિર્માણ અને ડિરેક્શન ઍક્ટ્રેસનો બૉયફ્રેન્ડ રાહુલ મોદી કરી રહ્યો હોવાની ચર્ચા

શ્રદ્ધા કપૂર

હાલમાં રિપોર્ટ હતો કે આમિર ખાન એક બાયોપિક પર કામ કરી રહ્યો છે જે ભારતપેના ફાઉન્ડર અને ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અશનીર ગ્રોવરના જીવન પર આધારિત હશે. અશનીર રિયલિટી શો ‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા’માં જજ પણ રહી ચૂક્યો છે. હવે મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં ૬૧ વર્ષના આમિર ખાનની હિરોઇન ૩૯ વર્ષની શ્રદ્ધા કપૂર બનશે. શ્રદ્ધા આ ફિલ્મમાં માધુરી જૈન ગ્રોવરનું પાત્ર ભજવતી જોવા મળી શકે છે.

આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે ફિલ્મ માટે શરૂઆતથી જ શ્રદ્ધાને ફીમેલ લીડ તરીકે પસંદ કરવામાં આવી હતી અને તેણે સ્ક્રીનપ્લેની નજીકથી સમીક્ષા પણ કરી છે. આ બાયોપિકનું નિર્માણ અને ડિરેક્શન શ્રદ્ધાનો બૉયફ્રેન્ડ રાહુલ મોદી કરી રહ્યો હોવાની ચર્ચા છે. જોકે આ ફિલ્મ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

upcoming movie aamir khan shraddha kapoor Shark Tank India entertainment news bollywood bollywood news