૪૦ વર્ષનો ‘યારાના’

24 October, 2021 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘યારાના’ને ૪૦ વર્ષ થતાં અમિતાભ બચ્ચને એની સાથે જોડાયેલી યાદોને તાજી કરી છે

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

‘યારાના’ને ૪૦ વર્ષ થતાં અમિતાભ બચ્ચને એની સાથે જોડાયેલી યાદોને તાજી કરી છે. આ ફિલ્મનું ગીત ‘સારા ઝમાના હસીનોં કા દીવાના’ને યાદ કર્યું છે. એ ગીતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘આ જાદુઈ ફિલ્મને ૪૦ વર્ષ થયાં છે. આ ગીત કલકત્તાના એન. એસ. સ્ટેડિયમમાં શૂટ કરવામાં આવ્યું હતું. કલકત્તાના લોકોમાં જેટલું અદ્ભુત પાગલપન છે એવું તો દુનિયામાં ક્યાંય નથી જોવા મળ્યું.’

entertainment news bollywood bollywood news amitabh bachchan