13 October, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
ફિલ્મ ‘જિગરા’ આલિયા ભટ્ટના હૃદયની ખૂબ જ નજીક છે. આ તેની પહેલી ઍક્શન-ડ્રામા ફિલ્મ હતી. શનિવારે ફિલ્મ ‘જિગરા’ માટે જ આલિયાને બેસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, પણ તે અંગત કારણોસર અવૉર્ડ ફંક્શનમાં હાજરી આપી શકી નહોતી. જોકે ગઈ કાલે આલિયાએ આ અવૉર્ડ અને ફિલ્મ ‘જિગરા’ની ટીમ માટે એક વિશેષ પોસ્ટ કરી છે.
આલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘ફિલ્મ ‘જિગરા’ મારા હૃદયની સૌથી નજીક રહેશે. માત્ર વાર્તા માટે જ નહીં, જે રીતે ખાસ લોકોએ મહેનતથી એને બનાવી એ માટે પણ. ફિલ્મના ડિરેક્ટર વસન બાલા... તમે એને જે રીતે બનાવી છે એ માટે આભાર. વેદાંગ રૈના અને બાકીની ટીમે જે ઈમાનદારી દર્શાવી એ માટે આભાર. આ સન્માન માટે ફિલ્મફેરનો ખૂબ-ખૂબ આભાર. કાશ... હું એ ક્ષણને અનુભવી શકી હોત, પણ મારું હૃદય આ વખતે છલોછલ છે.’
આલિયા ભટ્ટે પોતાની પોસ્ટમાં કરણ જોહર અને ધર્મા મૂવીઝનો પણ આભાર માન્યો અને લખ્યું કે ‘હું અસલ જીવનની ‘જિગરા’ એવી મારી બહેન શાહીન ભટ્ટની કૃતજ્ઞ રહીશ. તેણે મને હંમેશાં ધીરજ રાખવાનું કહ્યું છે.’
આલિયાને મળેલા ફિલ્મફેર અવૉર્ડ્સ |
|
વર્ષ |
ફિલ્મ |
૨૦૧૭ |
ઉડતા પંજાબ |
૨૦૧૯ |
રાઝી |
૨૦૨૦ |
ગલી બૉય |
૨૦૨૩ |
ગંગુબાઈ કાઠિયાવાડી |
૨૦૨૪ |
રૉકી ઔર રાની કી પ્રેમ કહાની |
૨૦૨૫ |
જિગરા |