13 October, 2025 10:23 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
લાપતા લેડીઝની ટીમ
અમદાવાદમાં શનિવારે કાંકરિયા ખાતે આવેલી એકા ક્લબમાં ૭૦મા ફિલ્મફેર અવૉર્ડ્સનો સમારોહ યોજાયો હતો. આ ઇવેન્ટને શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પૉલે હોસ્ટ કરીને યાદગાર બનાવી હતી. આ ફંક્શનમાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ અભિષેક બચ્ચનને ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ માટે તેમ જ કાર્તિક આર્યનને ‘ચંદુ ચૅમ્પિયન’ માટે એનાયત કરવામાં આવ્યો હતો.
બેસ્ટ ઍક્ટરની ટ્રોફી સાથે અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યન
અભિષેકને તેની પચીસ વર્ષની કરીઅરમાં પહેલી વખત બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળતાં તે ભાવવિભોર થઈ ગયો હતો. આ અવૉર્ડ-કાર્યક્રમમાં આલિયા ભટ્ટને ‘જિગરા’ માટે બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર કરવામાં આવી હતી. જોકે આલિયા ફંક્શનમાં હાજર રહી શકી નહોતી.
ઝીનત અમાન
આ અવૉર્ડ-ફંક્શનમાં કિરણ રાવે ડિરેક્ટ કરેલી ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં ૧૩ અવૉર્ડ મળતાં આ ફિલ્મ છવાઈ ગઈ હતી. ‘લાપતા લેડીઝ’એ કુલ ૧૩ પુરસ્કારો જીતીને ઇતિહાસ રચ્યો અને ‘ગલી બૉય’ના સૌથી વધુ ૧૩ અવૉર્ડ જીતવાના રેકૉર્ડની બરોબરી કરી.
લાપતા લેડીઝને મળેલા અવૉર્ડ્સ |
|
કૅટેગરી |
અવૉર્ડ વિજેતા |
બેસ્ટ ફિલ્મ |
લાપતા લેડીઝ |
બેસ્ટ ડિરેક્ટર |
કિરણ રાવ |
બેસ્ટ ડેબ્યુ (ફીમેલ) |
નિતાંશી ગોયલ |
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ |
છાયા કદમ |
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર |
રવિ કિશન |
બેસ્ટ ઍક્ટ્રેસ (ક્રિટિક્સ) |
પ્રતિભા રાંટા |
બેસ્ટ કૉસ્ચ્યુમ |
દર્શન જાલન |
બેસ્ટ ડાયલૉગ |
સ્નેહા દેસાઈ |
બેસ્ટ બૅકગ્રાઉન્ડ સ્કોર |
રામ સંપથ |
બેસ્ટ પ્લેબૅક સિંગર (મેલ) |
અરિજિત સિંહ |
બેસ્ટ લિરિક્સ |
પ્રશાંત પાંડે |
બેસ્ટ મ્યુઝિક |
રામ સંપથ |
બેસ્ટ સ્ક્રીનપ્લે |
સ્નેહા દેસાઈ |
ડેબ્યુ ફિલ્મ લાપતા લેડીઝ માટે સ્નેહા દેસાઈને મળ્યા બે-બે ફિલ્મફેર અવૉર્ડ
પ્રખ્યાત ગુજરાતી સ્ક્રીનરાઇટર અને લેખિકા સ્નેહા દેસાઈને શનિવારે યોજાયેલા ૭૦મા ફિલ્મફેર અવૉર્ડ્સમાં બેસ્ટ ડાયલૉગ અને બેસ્ટ સ્ક્રીનપ્લેના ફિલ્મફેર અવૉર્ડ મળ્યા છે. તેમને આ બન્ને અવૉર્ડ ‘લાપતા લેડીઝ’ માટે મળ્યા છે. સ્નેહા દેસાઈએ આ અવૉર્ડ્સને સ્વીકારતાં કહ્યું હતું કે આ તેમના માટે ગૌરવની વાત છે અને ગુજરાતી મૂળના લેખકો માટે પ્રેરણાદાયી છે. સ્નેહા દેસાઈએ સોશ્યલ મીડિયા પર આ બન્ને અવૉર્ડ સાથેની તસવીર પોસ્ટ કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
લાપતા લેડીઝ સિવાયના કયા અવૉર્ડ્સ કોને મળ્યા
કૅટેગરી |
અવૉર્ડ વિજેતા |
ફિલ્મ |
બેસ્ટ ઍક્ટર |
અભિષેક બચ્ચન, કાર્તિક આર્યન |
આઇ વૉન્ટ ટુ ટૉક, ચંદુ ચૅમ્પિયન |
બેસ્ટ ઍક્ટ્રેસ |
આલિયા ભટ્ટ |
જિગરા |
બેસ્ટ ડેબ્યુ (મેલ) |
લક્ષ્ય |
કિલ |
બેસ્ટ ઍક્ટર (ક્રિટિક્સ) |
રાજકુમાર રાવ |
શ્રીકાંત |
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) |
શુજિત સરકાર |
આઇ વૉન્ટ ટુ ટૉક |
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર |
કુણાલ ખેમુ, આદિત્ય સુહાસ જાંભળે |
મડગાવ એક્સપ્રેસ, આર્ટિકલ 370 |
બેસ્ટ પ્લેબૅક સિંગર (ફીમેલ) |
મધુબંતી બાગચી |
આર્ટિકલ 370 |
બેસ્ટ સ્ટોરી |
આદિત્ય ધર અને મોનલ ઠાકર |
સ્ત્રી 2 |
આર. ડી. બર્મન અવૉર્ડ |
અચિંત ઠક્કર |
જિગરા અને મિસ્ટર ઍન્ડ મિસિસ માહી |
લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ |
ઝીનત અમાન, શ્યામ બેનેગલ (મરણોપરાંત) |
|
સિને આઇકન અવૉર્ડ |
બિમલ રૉય, મીનાકુમારી, નૂતન, દિલીપકુમાર, |