14 October, 2025 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રનૂતન બહલ ઍક્ટર મોહનીશ બહલની દીકરી અને દિગ્ગજ ઍક્ટ્રેસ નૂતનની પૌત્રી છે
પ્રનૂતન બહલ ઍક્ટર મોહનીશ બહલની દીકરી અને દિગ્ગજ ઍક્ટ્રેસ નૂતનની પૌત્રી છે. તેનું ફિલ્મી-બૅકગ્રાઉન્ડ હોવા છતાં હાલ એક ઇન્ટરવ્યુમાં પ્રનૂતને કહ્યું કે તેના માટે ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી સરળ નથી રહી. પોતાના ઇન્ટરવ્યુમાં પ્રનૂતને કહ્યું, ‘મારા માટે આ ઇન્ડસ્ટ્રીને સમજવાનું સરળ હતું, કારણ કે મારો ઉછેર આ વાતાવરણમાં થયો છે. જોકે મને ખબર હતી કે અહીં મારે ઘણા તબક્કામાંથી પસાર થવું પડશે. દરેક સ્ટાર-કિડને બધું સરળતાથી મળી જતું નથી અને હું તેનો જીવંત પુરાવો છું. આવું નથી કે હું એક સ્ટાર-કિડ છું એટલે મને બધું સરળતાથી મળી ગયું છે અથવા મારો પરિવાર મારી ફિલ્મોને ફાઇનૅન્સ કરી રહ્યો છે. મેં ૨૦૧૬માં ઑડિશન આપવાની શરૂઆત કરી અને ૨૦૧૮માં મને મારી પહેલી ફિલ્મ ‘નૉટબુક’ મળી.’