18 January, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
હાલમાં જ્યારે ચારે તરફ અઠવાડિયામાં ૯૦ કલાક કામ કરવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બૉલીવુડના કિંગ ખાન શાહરુખની સફળ થવા માટેની એક જૂની સલાહ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. હકીકતમાં શાહરુખે ૨૦૨૨માં એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સફળતા મેળવવા માટે સતત પ્રયાસ કરવાનો અભિગમ હોવો જોઈએ. શાહરુખે સલાહ આપી હતી કે સફળતા માટે ન જમવું જોઈએ કે ન સૂવું જોઈએ. એટલે જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી ભૂખ અને ઊંઘને પણ મહત્ત્વ ન આપવું જોઈએ.
શાહરુખની આ સલાહ પરંપરાગત વર્ક-લાઇફ બૅલૅન્સ અને રિલૅક્સેશનના કન્સેપ્ટ સામે પડકાર છે. હકીકતમાં શાહરુખનો મત હતો કે સતત સમર્પિત પ્રયાસ જ સફળતા મેળવવાની માસ્ટર-કી છે.