✕

કૉન્સર્ટમાં મહિલા ફૅને દિલજિત દોસાંઝને ગાલ પર કરી લીધી કિસ

23 November, 2026 02:25 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ પછી દિલજિત ફરી પોતાના પર્ફોર્મન્સમાં વ્યસ્ત થઈ ગયો હતો અને તેણે મહિલા ચાહકને એક ગિફ્ટ હૅમ્પર પણ આપ્યું હતું.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અમદાવાદની કૉન્સર્ટ દરમ્યાન એક મહિલા ફૅને સ્ટેજ પર સિંગર દિલજિત દોસાંઝના ગાલ પર કિસ કરી લીધી હતી. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા અને હવે એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

કૉન્સર્ટના આ વિડિયોમાં જોવા મળે છે કે એક મહિલા દિલજિત પાસે આવે છે અને તેના ચહેરા પર કિસ કરવા માટે આગળ ઝૂકે છે. મહિલા નજીક આવતાં જ દિલજિતે પહેલાં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ પછી પોતાના ગાલ પર કિસ કરવા દીધી હતી. ત્યાર બાદ મહિલા સ્ટેજ પરથી નીચે ઊતરી ગઈ હતી.

સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવેલી આ ઘટનાની ક્લિપમાં દિલજિત તે મહિલા ચાહક સાથે હળવી મજાક કરતો જોવા મળે છે. આ દરમ્યાન તેણે કહ્યું હતું કે  ‘જુઓ મૅમ, ગોરા લોકો ભાંગડા કરી રહ્યા છે. મારા શોમાં આવવા બદલ તમારો આભાર. મારી ઇંગ્લિશ ‘હૅન્ડસમ’ નથી, પણ હું પોતે ‘હૅન્ડસમ’ છું.’

આ પછી દિલજિત ફરી પોતાના પર્ફોર્મન્સમાં વ્યસ્ત થઈ ગયો હતો અને તેણે મહિલા ચાહકને એક ગિફ્ટ હૅમ્પર પણ આપ્યું હતું.

diljit dosanjh bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news