08 June, 2026 10:32 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
અટારી બૉર્ડર પર સંગીતજલસો
દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ‘જય હો – અ ટ્રિબ્યુટ ટુ ધ બ્રેવહાર્ટ્સ’ કાર્યક્રમ અંતર્ગત રવિવારે અમ્રિતસરની અટારી બૉર્ડર પર ઐતિહાસિક ‘બીટિંગ રિટ્રીટ’ સમારોહનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ઑસ્કર વિજેતા સંગીતકાર એ. આર. રહમાને લાઇવ પ્રસ્તુતિ આપી હતી. દેશભક્તિના આ વિશેષ માહોલમાં ફિલ્મસર્જક ઇમ્તિયાઝ અલી, ગાયક મોહિત ચૌહાણ અને અભિનેતા વેદાંગ રૈના સહિતની જાણીતી હસ્તીઓએ પોતાની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’નું પ્રમોશન પણ કર્યું હતું.