21 October, 2025 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દિવાળીના સમયગાળામાં પાલી હિલમાં આવેલા તેમના નવા ૨૫૦ કરોડ રૂપિયાના બંગલામાં શિફ્ટ થઈ જશે એવા રિપોર્ટ છે. રણબીર અને આલિયાના ઘરમાં ગણપતિબાપ્પાની ખાસ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ મૂર્તિનું અયોધ્યાના રામ મંદિર સાથે એક ખાસ કનેક્શન છે. હકીકતમાં ગણેશજીની આ મૂર્તિ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિ બનાવનાર મૂર્તિકાર અરુણ યોગીરાજે જ બનાવી છે.
મળતી માહિતી પ્રમાણે રણબીર અને આલિયાના નવા ઘર માટે ગણેશજીની જે નવી મૂર્તિ બની છે એ માત્ર એક પથ્થરમાંથી કાપીને બનાવવામાં આવી છે. આ મૂર્તિ ચાર ફુટ ઊંચી છે અને એને અઢી ફુટ ઊંચા આસન પર રાખવામાં આવી છે.