શી ઇઝ સ્ટિલ લુકિંગ વેરી ચાર્મિંગ હમ તો ખટારા હો ગએ

12 July, 2026 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય સિનેમામાં હેમા માલિનીનાં ૬૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં જિતેન્દ્રએ કર્યાં ઍક્ટ્રેસની સુંદરતાનાં બે મોઢે વખાણ

શુક્રવારે સાયનના ષણ્મુખાનંદ હૉલમાં ‘હેમા માલિની – લાઇવ ઇન કૉન્સર્ટ’ કાર્યક્રમમાં જિતેન્દ્ર અને હેમા માલિની.

શુક્રવારે સાયનના ષણ્મુખાનંદ હૉલમાં ભારતીય સિનેમામાં હેમા માલિનીનાં ૬૦ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અને સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રની યાદમાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિતેન્દ્ર, રાકેશ રોશન અને શત્રુઘ્ન સિન્હા જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બ્લૅક બંધગળા શેરવાનીમાં સજ્જ થઈને આવેલા જિતેન્દ્રએ જાહેરમાં હેમા માલિનીની સુંદરતાનાં વખાણ કરતા કહ્યું હતું કે ‘શી ઇઝ સ્ટિલ લુકિંગ વેરી ચાર્મિંગ, હમ તો ખટારા હો ગએ.’

ધર્મેન્દ્રને યાદ કરીને ઇમોશનલ થયાં હેમા માલિની.

હેમા માલિનીને ભેટ આપવામાં આવી તેમના ધર્મેન્દ્ર સાથેના અદ્ભુત સ્કેચની ગિફ્ટ

શત્રુઘ્ન સિંહાએ એવું શું કહ્યું કે હેમા શરમાઈ ગયાં?

ઇવેન્ટ દરમ્યાન બન્ને કલાકારોએ સાથે વિતાવેલો સુવર્ણ સમય યાદ કર્યો હતો. ભૂતકાળમાં આ સુપરહિટ જોડીએ ‘ખુશ્બૂ’, ‘કિનારા’, ‘ધ બર્નિંગ ટ્રેન’, ‘હમ તેરે આશિક હૈં’ અને ‘ગહરી ચાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને ચર્ચા પ્રમાણે તેઓ એક તબક્કે લગ્ન કરવાનું પણ પ્લાનિંગ કરી રહ્યાં હતાં. જોકે આ લગ્ન છેલ્લી ઘડીએ કૅન્સલ થયાં હતાં અને હેમાએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું.

bollywood buzz bollywood news bollywood entertainment news jeetendra dharmendra hema malini shatrughan sinha