A Wedding Story Motion Poster Out: ‘અ વેડિંગ સ્ટોરી’નું મોશન પોસ્ટર રીલીઝ, વર્ષનાં ડરામણાં લગ્નની માણો ઝલક

01 August, 2024 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

A Wedding Story Motion Poster Out: આ ફિલ્મ અભિનવ પારીક દ્વારા નિર્દેશિત છે. તો ફિલ્મનું નિર્માણ શુભો શેખર ભટ્ટાચારજી દ્વારા કરવામાં આવ્યું છે

અ વેડિંગ સ્ટોરી

બોલિવૂડ હોરર પ્રકારની ફિલ્મોમાં માહિર છે. વળી આ પ્રકારની ફિલ્મોને લોકો દ્વારા પણ અપાર પ્રેમ મળે છે. હવે અભિનવ પારીક દ્વારા નિર્દેશિત `અ વેડિંગ સ્ટોરી` જે લોકોમાં ફરી આનંદ લાવવા જઈ રહી છે. આ ફિલ્મ 30 ઓગસ્ટે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલા નિર્માતાઓએ ફિલ્મના મોશન પોસ્ટરને રીલીઝ (A Wedding Story Motion Poster Out) કર્યું છે. આ પોસ્ટર આવતાં જ ચાહકોને રહસ્યમય દુનિયાની ડરામણી ઝલક મળી છે.

શું છે આ હોરર ફિલ્મની કથા?

તમને જણાવી દઈએ કે આ જબરદસ્ત હોરર ફિલ્મની વાર્તા સુખી લગ્નજીવનની આસપાસ ફરે છે. જે ટૂંક સમયમાં દુઃસ્વપ્નમાં ફેરવાય છે. અહીં અશુભ ઘટનાઓ બનવાની શરૂ થાય છે. ભયાનકતાની દુનિયામાં એક અનોખી ઊંડાઈ લાવતા અ વેડિંગ સ્ટોરી’માં અદભૂત દ્રશ્યો આલેખવામાં આવ્યા છે. અને ભૂતિયા ધૂનો પણ આ ફિલ્મને બેસ્ટ બનાવે છે. જે ચોક્કસપણે લોકોને ખુશ કરે છે. ફિલ્મની જે સ્ટોરી છે તે મૃત્યુ વિધિ પર આધારિત છે જેણે દેશભરમાં સદીઓથી લોકોને ત્રાસ આપ્યો છે.

A Wedding Story Motion Poster Out: પ્રેમ અને જીવન ટકાવી રાખવાની આ રોમાંચક સ્ટોરીમાં મુક્તિ મોહન, વૈભવ તત્વવાદી, લક્ષવીર સિંહ સરન, મોનિકા ચૌધરી, અક્ષય આનંદ, ડૉ. પ્લોમ ખુરાના અને પીલુ વિદ્યાર્થી છે. ‘અ વેડિંગ સ્ટોરી’નું નિર્માણ વિનય રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું છે અને બાઉન્ડલેસ બ્લેકબક ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ શુભો શેખર ભટ્ટાચાર્ય દ્વારા લેખિત અને નિર્માણ કરવામાં આવ્યું છે. 

કોણ કોણ છે આ ફિલ્મમાં?

અ વેડિંગ સ્ટોરી અભિનવ પારીક દ્વારા નિર્દેશિત છે. તો ફિલ્મનું નિર્માણ શુભો શેખર ભટ્ટાચારજી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વૈભવ તટવાવડી, મુક્તિ મોહન, લક્ષવીર સિંહ સરન, મોનિકા ચૌધરી અને અક્ષય આનંદ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મોશન પોસ્ટરમાં છે કલાકારોની ઝલક, શું છે ખાસ?

આ હોરર ફિલ્મ ‘અ વેડિંગ સ્ટોરી’નું મોશન પિક્ચર આજે રિલીઝ (A Wedding Story Motion Poster Out) કરવામાં આવ્યું છે. જેણે લોકોમાં અલગ જ ઉત્સુકતા જગાવી છે. જેમાં ફિલ્મના કલાકારોની ઝલક બતાવવામાં આવી છે. તો ફિલ્મના પોસ્ટરની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 

અભિનવ પ્રિક દ્વારા નિર્દેશિત હોરર ફિલ્મ ‘અ વેડિંગ સ્ટોરી’ની રિલીઝ ડેટનું પણ અનાવરણ (A Wedding Story Motion Poster Out)  થઈ ગયું છે. અ વેડિંગ સ્ટોરી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એટલે કે 30 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ સાથે જ શ્રદ્ધા કપૂરની હોરર ફિલ્મ ‘સ્ત્રી 2’ પણ ઓગસ્ટમાં જ રિલીઝ થવાની છે. તે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સફળતા હાંસલ કરે છે.

bollywood news bollywood gossips bollywood entertainment news shraddha kapoor bollywood buzz upcoming movie