09 January, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ, અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદાના અને મૃણાલ ઠાકુર જેવી ત્રણ-ત્રણ હસીનાઓ સાથે મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. હવે રિપોર્ટ મુજબ બૉલીવુડનો ઍક્શન સ્ટાર ટાઇગર શ્રોફ આ મૂવીમાં નાનકડો રોલ કરી રહ્યો છે. ટાઇગર આ ફિલ્મમાં ભારે ઍક્શન-સીન કરતો જોવા મળશે. અલ્લુ અર્જુનની આ ફિલ્મનું નિર્માણ બહુ મોટા સ્તરે કરવામાં આવી રહ્યું છે. એમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે જ ફિલ્મમાં અંદાજે ૩૫૦થી ૪૦૦ કરોડ રૂપિયા જેટલું ભારે બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થવાની શક્યતા છે. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે ફિલ્મમાં બે હીરો હશે, પરંતુ તાજેતરમાં અલ્લુ અર્જુનની ટીમે સ્પષ્ટ કર્યું છે કે અલ્લુ અર્જુન ડબલ રોલમાં જોવા મળશે.