22 February, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદર જૈન અને અલેખા અડવાણી ડાબે ઉપર), ટીના અંબાણી(ડાબે નીચે), નીતુ કપૂર તેમની પુત્રી રિદ્ધિમા કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી (વચ્ચે ઉપર), જયા બચ્ચન(વચ્ચે નીચે), વીણા નાગડાએ અલેખા અડવાણીને મેંદી મૂકી હતી(જમણે ઉપર), નંદિતા મહતાની સાથે કરણ જોહર(જમણે નીચે)
તાજેતરમાં રણબીર કપૂરની ફોઈ રીમા જૈનના પુત્ર આદર જૈન અને અલેખા અડવાણીની મેંદી-સેરેમનીનું ગ્રૅન્ડ સેલિબ્રેશન થયું હતું. આ સેલિબ્રેશનમાં કપૂર પરિવારના સભ્યો અને મિત્રો હાજર હતા. આના ઘણા વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ ફંક્શનમાં કરીના કપૂર અને તેની બહેન કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ અને પતિ રણબીર કપૂર જેવી અનેક સેલિબ્રિટી હાજર હતી; પણ બધામાં આલિયાનો અનોખો લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ટીના અંબાણી, જયા બચ્ચન પણ જોવા મળ્યાં હતાં. ટીના અંબાણીએ હાથમાં મેંદી લગાવી હતી અને તેણે હરખભેર બધાને બતાવી હતી.
આલિયાની મમ્મી સોની રાઝદાન પણ પાર્ટીમાં આવી હતી અને તેમણે દીકરી-જમાઈ સાથે ફોટો પડાવ્યો હતો.
જોકે આ ફંક્શનમાં સેલિબ્રિટીઓના કેટલાક ફોટો તેમના અંગત સંબંધોનાં સમીકરણ જણાવતી હતી. આ ફંક્શનમાં નીતુ કપૂર અને આલિયા સાથે નહોતાં આવ્યાં. આલિયાની મમ્મી સોની રાઝદાન પાર્ટીમાં આવી હતી અને તેમણે દીકરી-જમાઈ સાથે ફોટો પડાવ્યો હતો. સામા પક્ષે નીતુ કપૂર પણ દીકરી રિદ્ધિમા કપૂર સાથે પાર્ટીમાં આવી હતી અને તેમનો સેલ્ફી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ ફંક્શનમાં કરિશ્મા કપૂરનો સામનો તેના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની પહેલી પત્ની નંદિતા મહતાની સાથે થયો હતો, પણ બન્નેએ એકમેકથી અંતર જાળવ્યું હતું.
કરીના કપૂર અને કરિશ્મા કપૂર
કોણ છે આદર જૈન?
આદર જૈન રાજ કપૂરની દીકરી રીમા જૈન અને મનોજ જૈનનો દીકરો છે. આદરે ૨૦૧૭માં ‘કૈદી બૅન્ડ’ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. એ પછી આદર ‘મોગલ’ અને ‘હેલો ચાર્લી’ ફિલ્મોમાં જોવા મળ્યો, પણ તેની એકેય ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ચાલી નથી.
આદર અગાઉ તારા સુતરિયા સાથે રિલેશનશિપમાં હતો. તારા અને અલેખા અડવાણી બેસ્ટ ફ્રેન્ડ્સ હતાં અને તારા સાથેના બ્રેકઅપ પછી આદર તેની જ ફ્રેન્ડ અલેખા સાથે રિલેશનશિપમાં બંધાયો હતો. આદરે મેંદી-સેરેમનીમાં અલેખાને સંબોધીને કહ્યું હતું કે હું હંમેશાં માત્ર તને જ પ્રેમ કરતો હતો, બાકી બધો ટાઇમપાસ હતો.