22 July, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
3 ઇડિયટ્સ પોસ્ટર
આમિર ખાને પોતાની કરીઅરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેની ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘3 ઇડિયટ્સ’એ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. હવે આ
ફિલ્મ ફરી એક વાર મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ ૪ સપ્ટેમ્બરે ફરીથી થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. જે દિવસે ‘3 ઇડિયટ્સ’ ફરીથી સિનેમાઘરોમાં આવશે એ જ દિવસે રવિ કિશન, પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની ‘મિર્ઝાપુર : ધ મૂવી’ પણ રિલીઝ થશે. આવી સ્થિતિમાં ‘3 ઇડિયટ્સ’ માટે દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવવાનું સરળ નહીં રહે. એટલું જ નહીં, આ રિલીઝના એક અઠવાડિયા બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘હૈવાન’ પણ રિલીઝ થવાની છે.