મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં આમિર ખાન અને દીકરા જુનૈદ ખાનની જમાવટ

01 May, 2026 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ રૉયને કન્ટેન્ટ ક્રીએટર સાથે વિડિયો બનાવવા બદલ ટ્રોલ કરવામાં આવ્યો એટલે તેણે આપ્યો વળતો જવાબ...

મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં આમિર ખાન અને દીકરા જુનૈદ ખાનની જમાવટ

આમિર ખાન અને દીકરા જુનૈદ ખાનની જોડી મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની IPLની મૅચ માણવા માટે વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી હતી. આ સમયે બન્ને એકસરખી મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા મળતાં તેમણે સ્ટેડિયમમાં સૌનું ધ્યાન ખેંચી લીધું હતું.

આમિર હાલમાં પહેલી મેએ રિલીઝ થનારી દીકરાની ફિલ્મ ‘એક દિન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે સ્ટેડિયમમાં ખાન પરિવારની હાજરીએ ગ્લૅમરમાં વધારો કર્યો હતો. હાલમાં આમિરે દીકરાની ફિલ્મી કરીઅર વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું, ‘જુનૈદ ખૂબ સ્વતંત્ર વિચારધારા ધરાવે છે અને પોતાનો રસ્તો પોતે બનાવવામાં વિશ્વાસ રાખે છે. જુનૈદ ક્યારેય પરિવારના સહારે આગળ વધવા માગતો નથી અને પોતાના દમ પર આગળ વધવા ઇચ્છે છે. જુનૈદ લાંબી રેસનો ઘોડો છે અને તે ટકી રહેવા માટે જરૂરી ધીરજ અને મજબૂત ઇચ્છાશક્તિ ધરાવે છે.’

aamir khan junaid khan mumbai indians IPL 2026 bollywood buzz bollywood news bollywood entertainment news