14 March, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આમિર ખાનના જન્મદિવસની ઉજવણીની તસવીર (ગૌરીનો સાઈડ ફેસ પણ જોવા મળે છે)
આવતી કાલે એટલે 14 માર્ચ 2025ના રોજ આમિર ખાન પોતાનો 60મો જન્મદિવસ ઉજવવાના છે. તેમના પ્રી-બર્થડે સેલિબ્રેશન્સ ચાલી રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથેના પોતાના જન્મદિવસની ઉજવણીમાં આમિર ખાને મીડિયાની મુલાકાત પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથે કરાવી.
બૉલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા અભિનેતા આમિર ખાનના ચાહકો માટે આવતી કાલનો દિવસ તો ખાસ છે જ પણ સાથે આમિર ખાને પોતાના ચાહકોને આજે સરપ્રાઈઝ આપીને તેમને માટે આજનો દિવસ પણ ખૂબ જ ખાસ બનાવી દીધો છે. એક તરફ જ્યાં આવતી કાલે આખો દેશ ધુળેટીના રંગોમાં રંગાયેલો રહેશે, ત્યારે બીજી તરફ આમિર ખાન પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા હશે. કાલે એટલે કે 14 માર્ચના રોજ આમિર ખાનનો જન્મદિવસ છે. એક્ટરે પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા ચાહકો અને પાપારાઝી સાથે પોતાનો જન્મદિવવસ ઉજવ્યો. આ દરમિયાન તેમણે મીડિયાને પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથે પણ મળાવી.
આમિરે કરાવી નવી ગર્લફ્રેન્ડ સાથે મુલાકાત
છેલ્લા કેટલાક મહિનાઓની અટકળો બાદ, સુપરસ્ટાર આમિર ખાને આખરે પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે પોતાના સંબંધોને ઑફિશિયલી સ્વીકારી લીધું છે. આમિર ખાને પોતાના જન્મદિવસની પાર્ટીમાં પાપારાઝીઓને ગૌરી સાથે મળાવી. જો કે, આમિરે પાપારાઝીને રિક્વેસ્ટ કરી કે તેઓ આમિરની ગર્લફ્રેન્ડની કોઈપણ તસવીર ન લે અને આને સંપૂર્ણ રીતે કૉન્ફિડેન્શિયલ રાખે. પાપારાઝીએ પણ આવું જ કર્યું.
6 વર્ષનું છે બાળક
આમિર ખાને ફેન ટાઈમ દરમિયાન પોતાની પાર્ટનર ગૌરીનો પરિચય કરાવીને બધાને ચોંકાવી દીધા. ગૌરી બેંગલુરુની હોવાનું જાણવા મળે છે. તે કોઈ સેલિબ્રિટી નથી. એટલું જ નહીં, તેને 6 વર્ષનો બાળક પણ છે. હાલમાં, આમિરના ચાહકો તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરીના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. રીનાથી આમિરને બે બાળકો છે, એક દીકરો જુનૈદ ખાન અને દીકરી ઈરા. રીનાથી છૂટાછેડા પછી, આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જેની સાથે તેનો એક પુત્ર આઝાદ પણ છે. આમિર અને કિરણના પણ છૂટાછેડા થઈ ગયા છે.
આમિર ખાને ગૌરી માટે પાપારાઝીને વિનંતી કરી
આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નથી અને તે બેંગ્લોરની રહેવાસી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમને છ વર્ષનું બાળક પણ છે. તેમના સંબંધો વિશે બોલતા, આમિરે સ્પષ્ટતા કરી કે તે તેને લાઈમલાઈટથી દૂર રાખવા માંગે છે અને ફોટોગ્રાફર્સને આ રિક્વેસ્ટનો આદર કરવા વિનંતી કરી છે. અભિનેતાએ બધાને હાલ પૂરતું તેમના સંબંધોને ખાનગી રાખવા કહ્યું છે.
આમિર ખાનની નવી ફિલ્મ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન છેલ્લે કરીના કપૂર અને મોના સિંહ સાથે `લાલ સિંહ ચઢ્ઢા`માં જોવા મળ્યો હતો. તેમની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો, તે `સિતારે જમીન પર` છે જે 2007માં રિલીઝ થયેલી `તારે જમીન પર`ની સિક્વલ છે.