‘રેસ’ ફિલ્મ-ફ્રૅન્ચાઇઝી બૉલીવુડની સફળ ફ્રૅન્ચાઇઝીઓમાંની એક રહી છે. આ ફ્રૅન્ચાઇઝીના અત્યાર સુધીમાં ત્રણ પાર્ટ આવી ચૂક્યા છે. આ ત્રણેય પાર્ટને ફૅન્સે ખૂબ પસંદ કર્યા છે. પહેલા બે પાર્ટમાં સૈફ અલી ખાન લીડ રોલમાં હતો અને બન્ને પાર્ટ સફળ રહ્યા હતા.
આમિર ખાન રેસ 4નો હીરો બનશે?
‘રેસ’ ફિલ્મ-ફ્રૅન્ચાઇઝી બૉલીવુડની સફળ ફ્રૅન્ચાઇઝીઓમાંની એક રહી છે. આ ફ્રૅન્ચાઇઝીના અત્યાર સુધીમાં ત્રણ પાર્ટ આવી ચૂક્યા છે. આ ત્રણેય પાર્ટને ફૅન્સે ખૂબ પસંદ કર્યા છે. પહેલા બે પાર્ટમાં સૈફ અલી ખાન લીડ રોલમાં હતો અને બન્ને પાર્ટ સફળ રહ્યા હતા. ફિલ્મના ત્રીજા પાર્ટમાં સલમાન ખાન લીડ રોલમાં હતો. જોકે આ પાર્ટને ફૅન્સનો સારો પ્રતિસાદ મળ્યો નહોતો. હવે ચર્ચા છે કે ફિલ્મના ચોથા પાર્ટમાં આમિર ખાન હીરો તરીકે જોવા મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે આમિરને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ પસંદ આવી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે આમિરે ‘રેસ 4’ની સ્ક્રિપ્ટ વાંચી છે અને તેને એ પસંદ આવી ગઈ છે. તેણે ફિલ્મમાં રસ દાખવ્યો છે અને ફિલ્મ માટે વિજય કૃષ્ણ આચાર્યને ડિરેક્ટર તરીકે લેવા માગે છે. હાલમાં ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. જો બધું બરાબર રહેશે તો આમિર ‘રેસ’ ફ્રૅન્ચાઇઝીનો નવો ચહેરો બની શકે છે અને સલમાનને રિપ્લેસ કરતો જોવા મળી શકે છે.
દિલ ચાહતા હૈ ની સિલ્વર જ્યુબિલી
૨૦૦૧ની ૧૦ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘દિલ ચાહતા હૈ’નાં ૨૫ વર્ષ ઊજવવા આ ફિલ્મની ટીમ હાલમાં ભેગી થઈ હતી. આ ઉજવણીમાં (ડાબેથી) પ્રોડ્યુસર રિતેશ સિધવાણી, પ્રોડ્યુસર-ડિરેક્ટર-ઍક્ટર ફરહાન અખ્તર, ડિમ્પલ કાપડિયા, સૈફ અલી ખાન, સોનાલી કુલકર્ણી, આમિર ખાન સામેલ થયાં હતાં.