09 July, 2025 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન, ગૌરી સ્પ્રૅટ
આમિર ખાને જ્યારથી તેની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથેના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો છે ત્યારથી તેનું અંગત સતત ચર્ચામાં હોય છે. હાલમાં આમિર ખાનને જ્યારે એક ઇન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો કે શું તેણે ગૌરી સાથે ત્રીજાં લગ્ન કરી લીધાં? એનો જવાબ આપતાં આમિરે કહ્યું હતું કે હું મારા દિલમાં તો ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું અને અમે બન્ને સાથે જ છીએ.
આમિરના અંગત જીવનની વાત કરીએ તો તેણે ૧૯૮૬માં રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કર્યાં હતાં, પણ ૨૦૦૨માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આમિરે ત્યાર બાદ કિરણ રાવ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. આમિર અને કિરણ રાવના ૨૦૨૧માં છૂટાછેડા થયા હતા. હવે તેણે ગૌરી સ્પ્રૅટ સાથે લગ્ન વિશે પ્રતિક્રિયા આપી છે.
આમિરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ગૌરી અને હું એકમેક માટે ખરેખર ગંભીર છીએ. અમે પાર્ટનર છીએ. હું મારા દિલમાં તો ગૌરી સાથે લગ્ન કરી જ ચૂક્યો છું, પણ હવે અમે એને ઔપચારિક રૂપ આપીએ કે નહીં એ ભવિષ્યમાં નક્કી કરીશું.’