રણવીર સિંહ અને ફરહાન અખ્તરના ઝઘડામાં વચ્ચે પડવાનો આમિર ખાનનો ઇનકાર

18 February, 2026 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિરે આ દાવાને ખોટો ગણાવ્યો છે. આમિરે હાલમાં રણવીર અને ફરહાન વચ્ચેના વિવાદમાં વચ્ચે પડવાનો ઇનકાર કર્યો છે.

રણવીર સિંહ, આમિર ખાન અને ફિલ્મમેકર ફરહાન અખ્તર

રણવીર સિંહ અને ફિલ્મમેકર ફરહાન અખ્તરની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે ફિલ્મ ‘ડૉન 3’માંથી રણવીરના બહાર નીકળ્યા બાદ તનાવ વધ્યો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. મીડિયા-રિપોર્ટ મુજબ પ્રી-પ્રોડક્શન પર થયેલા ખર્ચની વસૂલી માટે ફરહાનની કંપનીએ અંદાજે ૪૦ કરોડ રૂપિયાનું વળતર માગ્યું હોવાનું કહેવામાં આવે છે.

આ વિવાદ વચ્ચે એવી ચર્ચા ચાલી હતી કે આમિર ખાન બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા આગળ આવ્યો છે. જોકે આમિરે આ દાવાને ખોટો ગણાવ્યો છે. આમિરે હાલમાં રણવીર 
અને ફરહાન વચ્ચેના વિવાદમાં વચ્ચે પડવાનો ઇનકાર કર્યો છે. 

મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલાં મુંબઈમાં આમિર ખાનના નિવાસસ્થાને અનેક મોટા ફિલ્મનિર્માતાઓ જોવા મળ્યા હતા. આ ફિલ્મમેકર્સમાં કરણ જોહર, સાજિદ નડિયાદવાલા, એકતા કપૂર, એક્સેલ એન્ટરટેઇનમેન્ટના સહ-સ્થાપક રિતેશ સિધવાની અને ફિલ્મમેકર ઝોયા અખ્તર સહિતનાં નામો સામેલ હતાં. જોકે આ વાતને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું.

ranveer singh aamir khan farhan akhtar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news