જુનૈદ ખાન નવો-નવો છે અને સાઈ પલ્લવીની પહેલી હિન્દી ફિલ્મ છે

27 April, 2026 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાને જણાવ્યું દીકરાની એક દિનનું ઍડ્વાન્સ બુકિંગ ૩૯ દિવસ પહેલાં શરૂ કરી દેવાનું કારણ, આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની રોમૅન્ટિક ફિલ્મ ‘એક દિન’ ૧ મેએ રિલીઝ થવાની છે.

જુનૈદ ખાન નવો-નવો છે અને સાઈ પલ્લવીની પહેલી હિન્દી ફિલ્મ છે

આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની રોમૅન્ટિક ફિલ્મ ‘એક દિન’ ૧ મેએ રિલીઝ થવાની છે. જોકે ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ રિલીઝના ૩૯ દિવસ પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યું હોવાના કારણે એની ચર્ચા થઈ રહી છે. હવે આમિર ખાને ‘એક દિન’નું ઍડ્વાન્સ બુકિંગ આટલું જલદી શરૂ કરવાનાં કારણોની ચર્ચા કરી છે. રિપોર્ટ પ્રમાણે ‘એક દિન’ ૨૦૧૬ની થાઈ ફિલ્મ ‘વન ડે’ની રીમેક છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી અને જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં છે અને સાઈ પલ્લવીની આ પહેલી બૉલીવુડ ફિલ્મ છે.
‘એક દિન’નું ઍડ્વાન્સ બુકિંગ જલદી શરૂ કરવા પાછળનું કારણ જણાવતાં આમિરે કહ્યું હતું કે ‘સાચી વાત એ છે કે ‘એક દિન’ ખૂબ નાની ફિલ્મ છે. ફિલ્મના કલાકારો પણ નવોદિત છે. જુનૈદે હમણાં જ પોતાની કરીઅર શરૂ કરી છે જ્યારે સાઈ પલ્લવી હિન્દીમાં પોતાની પહેલી ફિલ્મ કરી રહી છે. આ કારણે મને લાગ્યું કે આ ફિલ્મ પ્રત્યે દર્શકોનું ધ્યાન ખેંચવા માટે થોડો વધુ સમય જોઈએ અને આ કારણે ઍડ્વાન્સ બુકિંગ જેટલું વહેલું કરીએ એટલું સારું રહેશે. જોકે આ ફિલ્મની વાર્તા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે.’

aamir khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news junaid khan sai pallavi