આમિરનો ભાઈ ફૈસલ ખાન કન્ટેન્ટ ક્રીએટર બનશે

06 March, 2026 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ફૈસલની એક ફોટોગ્રાફર સાથેની વાતચીત ચર્ચામાં છે

ફૈસલ ખાન

આમિર ખાનના ભાઈ ફૈસલ ખાને થોડા સમય પહેલાં પરિવારથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ મુદ્દે આમિર ખાને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. ફૈસલે પણ આમિરની જેમ અભિનય ક્ષેત્રમાં કરીઅરની શરૂઆત કરી હતી, પરંતુ તેને ખાસ સફળતા મળી નહોતી. હવે ફૈસલે નવા ફીલ્ડમાં કામ કરવાનું નક્કી કર્યું છે.

હાલમાં ફૈસલની એક ફોટોગ્રાફર સાથેની વાતચીત ચર્ચામાં છે. વાતચીત દરમ્યાન જ્યારે ફૈસલને તેની આગામી ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તેણે એક વાર્તા લખી છે અને હવે તે યુટ્યુબ પર પણ કંઈક કન્ટેન્ટ મૂકવાની યોજના બનાવી રહ્યો છે. ફૈસલની વાત સાંભળીને લાગે છે કે તે હવે કન્ટેન્ટ ક્રીએટર બનવાની તૈયારી કરી રહ્યો છે.

faisal khan aamir khan social media entertainment news bollywood bollywood news