31 October, 2025 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લીવ મી અલોન
આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ ગઈ કાલે તેના પર્સનલ કામ માટે બાંદરામાં જોવા મળી હતી. એ સમયે ફોટોગ્રાફર્સ સતત ફોટો અને વિડિયો લેવા માટે તેને ફૉલો કરી રહ્યા હતા. ફોટોગ્રાફરના આ પ્રકારના વર્તનને કારણે ગૌરી નારાજ થઈ ગઈ હતી અને તેણે તેમને ખખડાવી નાખ્યા હતા. ફોટોગ્રાફરે શૂટ કરેલા વિડિયોમાં ગૌરી કહી રહી છે, ‘તમે મારી પાછળ કેમ લાગ્યા છો? લિવ મી અલોન...’
આમિરની ગર્લફ્રેન્ડ ગૌરીને જાહેરમાં ક્લિક થવાનું ગમતું નથી અને તે હંમેશાં ફોટોગ્રાફરથી દૂર રહેવાનું પસંદ કરે છે.