પાંચમી જુલાઈએ પોતાના ઘરમાં જ સાદગીથી રજિસ્ટર્ડ મૅરેજ કરશે આમિર અને ગૌરી

21 June, 2026 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે લગ્ન બાદ આમિર તરત જ રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલ પર કામ શરૂ કરશે.

આમિર અને ગૌરી

રીના દત્તા અને કિરણ રાવથી ડિવૉર્સ લીધા બાદ આમિર ખાન ત્રીજી વખત પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યો છે. હવે આમિરે પોતાના વેડિંગ-પ્લાન્સ વિશે ખુલાસો કર્યો છે અને લગ્નની તૈયારીઓ કેવી ચાલી રહી છે એની વિગતો પણ શૅર કરી છે. રિપોર્ટ મુજબ આમિર અને ગૌરીનાં લગ્નને હવે માત્ર બે અઠવાડિયાં જેટલો સમય બાકી છે ત્યારે આમિરનું સંપૂર્ણ ધ્યાન તૈયારીઓ પર કેન્દ્રિત છે અને તેણે હાલમાં કામમાંથી બ્રેક લીધો છે.
આમિર અને ગૌરી પાંચમી જુલાઈએ લગ્ન કરવાનાં છે ત્યારે તેણે લગ્નના આયોજનની વિગતો જણાવતા કહ્યું હતું કે ‘અમે ઘરે જ સિમ્પલ રજિસ્ટર્ડ મૅરેજ કરીશું. આ પ્રસંગે માત્ર અમારા પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહેશે. અમે બન્ને અમારી લગ્નવિધિને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ન્યાય આપવા માગીએ છીએ.’ મળતી માહિતી પ્રમાણે લગ્ન બાદ આમિર તરત જ રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલ પર કામ શરૂ કરશે.

aamir khan gauri spratt celebrity wedding bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news