22 August, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાન આગામી ફિલ્મ ‘લલકાર’ની તૈયારીઓમાં લાગી ગયો છે. આશુતોષ ગોવારીકરની આ ફિલ્મ લાલા અમરનાથના જીવન પર આધારિત એક સ્પોર્ટ્સ ડ્રામા હશે. ‘લલકાર’ નામની આ ફિલ્મ માટે આમિર બૉડી-ટ્રાન્સફૉર્મેશન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ‘લલકાર’માં આમિર પચીસ વર્ષના યુવકનું પાત્ર ભજવશે.
આ રોલ માટે આમિર જબરદસ્ત ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે, કારણ કે આ ફિઝિકલ બદલાવ આ પાત્ર માટે ખૂબ જ જરૂરી છે. આ બદલાવ માટે આમિર વજન ઘટાડવાના એક મોટા પ્રોગ્રામ પર કામ કરી રહ્યો છે અને બહુ મહેનત કરી રહ્યો છે.
ગજની આમિરે જબરદસ્ત મસ્ક્યુલર બૉડી બનાવી હતી. ફિલ્મમાં તે એઇટ પૅક ઍબ્સ સાથે જોવા મળ્યો હતો.
દંગલ તેણે પહેલાં વજન વધારીને પહેલવાન મહાવીર ફોગાટનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ યુવાન મહાવીરના રોલ માટે લગભગ પચીસ કિલો વજન ઘટાડ્યું હતું.