09 January, 2025 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન અને તેનો દીકરો જુનૈદ
બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાને કથિત રીતે કસમ ખાધી છે કે જો તેના દીકરાની બીજી ફિલ્મ ‘લવયાપા’ બૉક્સ ઑફિસ પર હિટ જશે તો તે સ્મોકિંગ કરવાનું છોડી દેશે. ‘લવયાપા’ એક રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ગણાવવામાં આવે છે, જેમાં આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન અને ખુશી કપૂર કામ કરે છે. ખુશી કપૂર બોની કપૂર અને શ્રીદેવીની દીકરી છે.
આમિર ખાને આ પહેલાં પણ આ ફિલ્મની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ‘ફિલ્મના રફ કટ મેં જોયા છે. ખુશી કપૂરને ફિલ્મમાં કામ કરતી જોઈને મને લાગ્યું કે હું તેની મમ્મી શ્રીદેવીને કામ કરતી જોઈ રહ્યો છું.’
જુનૈદ ખાને ફિલ્મ ‘મહારાજા’ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો.