09 September, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાનિશ પંડોર
આમિર ખાન ક્રિકેટર લાલા અમરનાથના જીવન પર આધારિત આગામી ફિલ્મ ‘લલકારા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ડિરેક્શન આશુતોષ ગોવારિકર કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર’માં ઉઝૈર બલોચનો રોલ કરનાર દાનિશ પંડોર આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે આમિરના મિત્રની ભૂમિકા ભજવી શકે છે. જોકે, આ અંગે મેકર્સ તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે અગાઉ આ ભૂમિકા માટે વિક્રાન્ત મેસીનું નામ સામે આવ્યું હતું. જોકે વિક્રાન્તે ફિલ્મ છોડી દીધી છે અને હવે તેની જગ્યાએ દાનિશ પંડોરની એન્ટ્રી થઈ છે.