16 May, 2025 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાનનું ઍરપોર્ટ લુક
આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ ૨૦ જૂને રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર-લૉન્ચિંગ પછી આમિર પહેલી વખત મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. એ સમયે તેણે પોતાની અતરંગી ફૅશનને કારણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આમિરે વાદળી કુરતો, સફેદ ધોતી-પૅન્ટ, કાળાં જૂતાં અને કૅપ પહેરી હતી અને એમાં તે સાવ અલગ દેખાતો હતો.