12 July, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ એક રોમૅન્ટિક ડ્રામા-કૉમેડી ફિલ્મ છે
આ એક રોમૅન્ટિક ડ્રામા-કૉમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન વિવેક સોનીએ કર્યું છે અને નિર્માણ કરણ જોહરની ધર્માટિક એન્ટરટેઇનમેન્ટે કર્યું છે. ફિલ્મની વાર્તા ૪૨ વર્ષના સંસ્કૃત શિક્ષક શ્રીરેણુ ત્રિપાઠી (આર. માધવન)ની આસપાસ ફરે છે. તેનો પરિવાર તેનાં લગ્ન કરાવવા માગે છે. શ્રીરેણુના જીવનમાં શિક્ષિકા મધુ (ફાતિમા સના શેખ)ની એન્ટ્રી થાય છે અને તેમની વચ્ચે ઉંમરના અંતર અને અલગ-અલગ વિચારસરણીને કારણે રસપ્રદ પરિસ્થિતિ સર્જાય છે. આ ફિલ્મ આજથી OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર આવી ગઈ છે.