અવૉર્ડ-વિનર મમ્મી માટે પ્રાઉડ ફોટોગ્રાફર બની આરાધ્યા બચ્ચન

17 September, 2024 11:41 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ઐશ્વર્યા રાય બચ્ચનને SIIMA 2024માં શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ)નો એવોર્ડ મળ્યો. તેની પુત્રી આરાધ્યાનો વાયરલ ફોટો ગર્વ અને આનંદ દર્શાવે છે. તેઓએ રેડ કાર્પેટ પર સાથે પોઝ આપ્યા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા

ઐશ્વર્યા રાય બચ્ચનને ફિલ્મ ‘પોનિયિન સેલ્વન 2’ માટે દુબઈમાં યોજાયેલા સાઉથ ઇન્ડિયન ઇન્ટરનૅશનલ મૂવી અવૉર્ડ‍્સ 2024માં બેસ્ટ ઍક્ટ્રેસ (ક્રિટિક્સ)નો અવૉર્ડ મળ્યો. આ ઇવેન્ટમાં ઐશ્વર્યાની સાથે તેની દીકરી આરાધ્યા પણ હતી. આ ઇવેન્ટની એક તસવીર ખૂબ વાઇરલ થઈ છે. ઐશ્વર્યાને જ્યારે અવૉર્ડ મળી રહ્યો છે ત્યારે આરાધ્યા મોબાઇલ ફોનના કૅમેરાથી એનો ફોટો/વિડિયો લઈ રહી હોય એવો ફોટો લોકોને ખૂબ ગમી ગયો છે. આ ફોટોમાં આરાધ્યાના ચહેરા પર મમ્મીને અવૉર્ડ મળ્યાની ખુશી અને તેની આંખોમાં મમ્મીની સિદ્ધિ બદલનું ગૌરવ છલકતાં દેખાય છે. ઐશ્વર્યા અને આરાધ્યાએ આ ઇવેન્ટની રેડ કાર્પેટ પર સાથે ઊભાં રહીને પણ સરસમજાના ફોટો પડાવ્યા હતા.

aishwarya rai bachchan aaradhya bachchan dubai bollywood news bollywood entertainment news