03 September, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા દર વર્ષે મુંબઈમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) ગણેશોત્સવની ઉજવણીમાં હાજરી આપે છે. આ વખતે પણ તેમણે કરેલાં બાપ્પાનાં દર્શનના અનેક ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયા છે. આ ફોટોમાં આરાધ્યાના લુકને જોઈને લોકો તેની સરખામણી મમ્મી ઐશ્વર્યાના ટીનેજના દિવસો સાથે કરવા માંડ્યા છે. આરાધ્યા અને ઐશ્વર્યાના ફેસકટથી માંડીને હસવાની સ્ટાઇલ જોઈને ઘણાએ નોંધ્યું છે કે આરાધ્યા બિલકુલ મમ્મી ઐશ્વર્યાની મિરર-ઇમેજ છે.