અમિતાભ બચ્ચને મારી માફી માગી હતી: આશિકી અભિનેત્રી અનુ અગ્રવાલે યાદ કર્યો કિસ્સો

19 May, 2025 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુ અગ્રવાલે કહ્યું, `એટલા માટે જ મારા ચહેરાનું એક મોટું પોસ્ટર દરેક જગ્યાએ લગાવવામાં આવ્યું હતું અને તેના પર ટૅગ લાઈન હતી કે ‘આ ચહેરો ભીડને રોકી શકે છે.’ અને લોકો મારા ચહેરાથી પહેલાથી જ પરિચિત હતા કારણ કે હું તે પહેલાં એક મૉડેલ હતી.

અનુ અગ્રવાલ અને અમિતાભ બચ્ચન (તસવીર: મિડ-ડે)

બૉલિવૂડ અભિનેત્રી અનુ અગ્રવાલને (Anu Aggarwal) ૧૯૯૦માં આવેલી ફિલ્મ `આશિકી`થી મોટી લોકપ્રિયતા મળી હતી. મહેશ ભટ્ટની આ ફિલ્મથી તેણે ડેબ્યૂ કર્યું અને રાતોરાત બૉલિવૂડ સ્ટાર બની ગઈ હતી. તેની આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આ ફિલ્મના ગીતોથી લઈને વાર્તા સુધી, બધું જ વખાણાયું હતું અને લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. અનુ અગ્રવાલ ફિલ્મોમાંથી ઘણી દૂર છે, જોકે તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે ફિલ્મના પોસ્ટરને કારણે મુંબઈમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો, અમિતાભ બચ્ચન, જે હંમેશા સમયસર રહે છે, પણ સેટ પર મોડા પહોંચ્યા અને અંતે તેમણે માફી માગવી પડી.

અનુ અગ્રવાલે ફિલ્મના પોસ્ટર વિશે વાત કરી. કહ્યું કે ફિલ્મે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી પરંતુ મુખ્ય પાત્રનો ચહેરો તેમાં બતાવવામાં આવ્યો ન હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પોસ્ટરમાં અનુ અને રાહુલ રોયના ચહેરા ન બતાવવા અને તેને દર્શકો સમક્ષ રજૂ ન કરવા બદલ નિર્માતાઓથી ગુસ્સે છે? તો તેણે કહ્યું, `ફિલ્મના પોસ્ટર કરતાં પણ વધુ, મુંબઈની દરેક શેરીના દરેક હૉર્ડિંગ પર મારા ચહેરાનો ક્લોઝ-અપ લગાવવામાં આવ્યો હતો.`

અમિતાભ બચ્ચને અનુ અગ્રવાલની માફી માગી

અનુ અગ્રવાલે જણાવ્યું કે “પોસ્ટરની ચર્ચાને કારણે અમિતાભ બચ્ચન સેટ પર મોડા પહોંચ્યા. તેણે કહ્યું, `મને યાદ છે કે અમિતાભ બચ્ચન સાથે એક મૅગેઝિન કવર શૂટ માટે શૂટિંગ કર્યું હતું. હું સમયસર પહોંચી હતી પણ તેઓ 20 મિનિટ મોડા આવ્યા હતા. સૌ પ્રથમ તો તેમણે મારી માફી માગી. તેમણે મને કહ્યું હું સૉરી છું. હું શું કરી શકું, તારો ચહેરો આખા રસ્તા પર હતો અને તેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

દુનિયા અનુ અગ્રવાલના ચહેરાથી પરિચિત હતી

અનુ અગ્રવાલે કહ્યું, `એટલા માટે જ મારા ચહેરાનું એક મોટું પોસ્ટર દરેક જગ્યાએ લગાવવામાં આવ્યું હતું અને તેના પર ટૅગ લાઈન હતી કે ‘આ ચહેરો ભીડને રોકી શકે છે.’ અને લોકો મારા ચહેરાથી પહેલાથી જ પરિચિત હતા કારણ કે હું તે પહેલાં એક મૉડેલ હતી. અભિનેત્રીએ તે જ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે નિર્માતાઓએ તેને સંપૂર્ણ ફી ચૂકવી નથી. ફક્ત 60 ટકા રકમ ચૂકવવામાં આવી. અને ૪૦ ટકા હજી બાકી છે. પણ તેણે ક્યારેય તે માગી નહીં. અભિનેત્રીનું બૉલિવૂડ કરિયર ખૂબ જ નાનું રહ્યું છે. તેણે તેની કારકિર્દીમાં `આશિકી અને `કિંગ અંકલ` જેવી પ્રખ્યાત ફિલ્મમાં કામ કર્યું છે. તે છેલ્લે 2017માં અનવેષી ફિલ્મમાં જોવા મળી હતી.

aashiqui amitabh bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news