21 May, 2025 11:19 AM IST | Gurugram | Gujarati Mid-day Correspondent
અભય દેઓલ
અભય દેઓલ હાલમાં ગુરુગ્રામની એક મોટી ક્લબમાં DJ (ડિસ્ક જૉકી)ની જવાબદારી નિભાવતો જોવા મળ્યો હતો. આ સમયે તેના અંદાજથી ચાહકો અને દર્શકો ઝૂમી ઊઠ્યા હતા. અભય દેઓલે આ વિશે કોઈ પોસ્ટ કરી નથી પરંતુ આ મ્યુઝિકલ પાર્ટી નાઇટનો તેનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયો છે.
આ વિડિયોમાં અભય સિગારેટ પીતાં-પીતાં ધમાલ મ્યુઝિક પ્રેઝન્ટ કરી રહ્યો છે. લોકોએ અભયના આ અંદાજની ખૂબ પ્રશંસા કરી છે અને તેની તુલના બૉબી દેઓલ સાથે પણ થઈ રહી છે. ૨૦૧૬માં બૉબીએ પણ દિલ્હીની એક નાઇટ-ક્લબમાં DJ તરીકેની જવાબદારી નિભાવી હતી.
અભયનો DJ તરીકેનો અંદાજ તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો છે. કેટલાકે કહ્યું કે તે ભાઈ બૉબી દેઓલના પગલે ચાલી રહ્યો છે.