મનોજકુમારના અંતિમ સંસ્કાર વખતે અભિષેક બરાબર અકળાયો

07 April, 2025 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચન અને સલીમ ખાનની મુલાકાત વખતે ફોટોગ્રાફર્સે બૂમાબૂમ કરી મૂકતાં તેમને ધમકાવી નાખ્યા. શનિવારે ઍક્ટર-ડિરેક્ટર મનોજકુમારના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રેમ ચોપડા, સલીમ ખાન સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

વાયરલ વીડીયોનો સ્ક્રીનગ્રેબ

શનિવારે ઍક્ટર-ડિરેક્ટર મનોજકુમારના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પ્રેમ ચોપડા, સલીમ ખાન, સુભાષ ઘઈ, અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. હવે આ સમયગાળાનો અભિષેક બચ્ચનનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ફોટોગ્રાફરો પર ગુસ્સે થતો જોવા મળ્યો છે.

મનોજકુમારના અંતિમ સંસ્કારમાં જ્યારે અમિતાભ બચ્ચન લેખક સલીમ ખાનને મળી રહ્યા હતા ત્યારે અભિષેક બચ્ચન તેમની પાછળ ચાલી રહ્યો હતો. આ સમયે પણ ફોટોગ્રાફર્સ ફોટો પાડતી વખતે બૂમો પાડતા હતા અને તેમણે કંઈક કમેન્ટ કરી હતી. આ પ્રકારના વર્તનને કારણે અભિષેક ગુસ્સે થઈ ગયો અને તેણે ફોટોગ્રાફરોને ધમકાવી નાખ્યા. આખરે મામલો વધુ વણસતો જોઈને એક સિનિયર ફોટોગ્રાફરે પરિસ્થિતિને સંભાળી લીધી હતી. અભિષેકના આ વર્તનનો વિડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેના વર્તનની સરખામણી માતા જયા બચ્ચનના વર્તન સાથે કરી રહ્યા છે.

જોકે આ મામલે અભિષેક ​​​​​​ટ્રોલ થતાં તેના ફૅન્સે તેનો બચાવ કરતાં કહ્યું હતું કે ફોટોગ્રાફરોએ પણ સેલિબ્રિટીઓની મર્યાદાઓનું ધ્યાન રાખવું જોઈએ.

manoj kumar abhishek bachchan amitabh bachchan bollywood buzz bollywood gossips bollywood events bollywood news bollywood entertainment news