✕

ઐશ્વર્યા રાયની ભાભીના જન્મદિવસની ઉજવણીમાં અભિષેક બચ્ચનની ગેરહાજરી બની ચર્ચાનું કારણ

27 November, 2026 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઐશ્વર્યાએ પોતાની દીકરી આરાધ્યા સાથે પિયરમાં ભાભી શ્રીમા રાયનો જન્મદિવસ ઊજવ્યો હતો અને શ્રીમાએ આ સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

ઐશ્વર્યા રાયની ભાભીના જન્મદિવસની ઉજવણીમાં અભિષેક બચ્ચનની ગેરહાજરી બની ચર્ચાનું કારણ

ઐશ્વર્યા રાય જ્યારે પણ પરિવાર સાથેની કોઈ તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરે છે ત્યારે ચાહકોમાં એની ચર્ચા શરૂ થઈ જાય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. ઐશ્વર્યાએ પોતાની દીકરી આરાધ્યા સાથે પિયરમાં ભાભી શ્રીમા રાયનો જન્મદિવસ ઊજવ્યો હતો અને શ્રીમાએ આ સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ ખાસ પ્રસંગે ઐશ્વર્યા મમ્મી વૃંદા રાય, ભાભી શ્રીમા, આરાધ્યા અને ભત્રીજા સાથે ખુશીથી પોઝ આપતી જોવા મળી હતી; પણ એમાં અભિષેક બચ્ચનની ગેરહાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ વાત તો એ છે કે શ્રીમાએ આ તસવીર પોસ્ટ કરી એની ગણતરીની મિનિટોમાં જ અભિષેકની બહેન શ્વેતા બચ્ચને સોશ્યલ મીડિયા પર એક ખાસ તસવીર પોસ્ટ કરી હતી જેમાં શ્વેતા મસ્તીના મૂડમાં જોવા મળે છે અને તે મમ્મી જયા બચ્ચનના માથા પર હાથ રાખીને પોઝ આપી રહી છે. અભિષેક પણ બન્ને સાથે હસતો જોવા મળે છે. આમ એક તરફ ઐશ્વર્યા પોતાની મમ્મી, ભાભી અને પિયરના અન્ય પરિવારજનો સાથે ઉજવણી કરી રહી હતી તો બીજી તરફ અભિષેક પોતાની મમ્મી અને બહેન સાથે જોવા મળ્યો હતો.

મામીના જન્મદિવસે બદલાયેલી હેરસ્ટાઇલમાં પ્રિન્સેસ લુકમાં છવાઈ આરાધ્યા બચ્ચન

ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમા રાયે પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. શ્રીમાએ પરિવાર સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. તેની પોસ્ટમાં પરિવાર સાથેની એક સુંદર તસવીર પણ જોવા મળી રહી છે જેમાં ઐશ્વર્યા, આરાધ્યા બચ્ચન અને પરિવારના અન્ય સભ્યો સાથે પોઝ આપતાં નજરે પડે છે.

આ તસવીરમાં આરાધ્યાનો અંદાજ ખાસ ધ્યાન ખેંચે છે. તે ખુલ્લા વાળ અને માથે ક્રાઉન પહેરીને પ્રિન્સેસ લુકમાં જોવા મળે છે. હળવી ઑરેન્જ લિપસ્ટિકે તેના લુકને વધુ આકર્ષક બનાવ્યો છે. આરાધ્યાએ આઇવરી રંગનો ડ્રેસ પહેર્યો છે અને તે પોતાની મમ્મી ઐશ્વર્યાની બાજુમાં ઊભી છે. આ ફૅમિલી ફોટોમાં આરાધ્યાએ સૌથી વધુ લાઇમલાઇટ મેળવી છે.

abhishek bachchan aishwarya rai bachchan aaradhya bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news