24 September, 2026 06:03 PM IST | Amsterdam | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન ફરી એક વાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ તેનો બદલાયેલો લુક છે. અભિષેક તાજેતરમાં તેની માલિકીની યુરોપિયન T20 પ્રીમિયર લીગની ફાઇનલ ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. આ ઇવેન્ટની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે જેમાં અભિષેકની ચેન્જ થયેલી હેર-સ્ટાઇલ અને અલગ જ લુક ફૅન્સનું ધ્યાન ખેંચી રહ્યાં છે.