24 March, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ગણતરી બૉલીવુડના પાવર-કપલ તરીકે થાય છે. હાલમાં અભિષેક બચ્ચને એક અવૉર્ડ ફંક્શનમાં જણાવ્યું કે તે આજે પણ પોતાની પત્ની ઐશ્વર્યા રાયની કેટલીક વાતોથી ડરે છે. હાલમાં અભિષેકને એક અવૉર્ડ-ફંક્શનમાં તેની ફિલ્મ ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફંક્શનના હોસ્ટની જવાબદારી અર્જુન કપૂરે સંભાળી હતી. આ ફંક્શનમાં અભિષેક જ્યારે સ્ટેજ પર અવૉર્ડ લેવા આવ્યો ત્યારે અર્જુને તેમને પૂછ્યું, ‘એવી કોણ વ્યક્તિ છે જે જ્યારે કહે છે કે અભિષેક આઇ વૉન્ટ ટુ ટૉક અને તમે સ્ટ્રેસમાં આવી જાઓ છો?’
અભિષેકે હસતાં-હસતાં જવાબ આપ્યો કે ‘તારાં હજી સુધી લગ્ન નથી થયાં, જ્યારે થશે ત્યારે તને આનો જવાબ મળી જશે. જ્યારે મિસિસનો ફોન આવે અને તે કહે, ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ ત્યારે તમને ખબર પડી જાય છે કે તમે મુશ્કેલીમાં છો.’