આમિર ખાન અને ગોરી મૅમ રેચલ શેલી લગાનની પચીસ વર્ષની ઉજવણીમાં ફરી મળ્યાં

14 July, 2026 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાને તાજેતરમાં લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ‘લગાન’નાં પચીસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે તેની ફિલ્મમાં એલિઝાબેથ રસેલનો રોલ કરનાર સહ-અભિનેત્રી રેચલ શેલી સાથે ફરી મુલાકાત થઈ હતી.

આમિર ખાન અને રેચલ શેલી

આમિર ખાને તાજેતરમાં લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ‘લગાન’નાં પચીસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે તેની ફિલ્મમાં એલિઝાબેથ રસેલનો રોલ કરનાર સહ-અભિનેત્રી રેચલ શેલી સાથે ફરી મુલાકાત થઈ હતી. ફિલ્મમાં રેચલ શેલીએ દયાળુ બ્રિટિશ મહિલાની ભૂમિકામાં ગામલોકોને ગુપ્ત રીતે ક્રિકેટના નિયમો શીખવ્યા હતા અને અન્યાય સામેની તેમની લડતમાં તેમનો સાથ આપ્યો હતો. રેચલે આ કાર્યક્રમની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરતાં જ ચાહકોની જૂની યાદો ફરી તાજી થઈ ગઈ હતી. આ તસવીરોમાં રેચલ અને આમિર ખાન રેડ કાર્પેટ પર કૅમેરા સામે પોઝ આપતાં તેમ જ એકબીજાને ભેટતાં જોવાં મળ્યાં હતાં. આ તસવીરો શૅર કરતાં રેચલે લખ્યું, ‘‘લગાન’નાં પચીસ વર્ષ. આ અદ્ભુત રવિવારની સવારે યોજાયેલી ઉજવણી માટે આમિર ખાન પ્રોડક્શન્સનો ખૂબ આભાર.’

aamir khan lagaan indian films bollywood controversies entertainment news bollywood news bollywood buzz bollywood events bollywood