Actor Adinath Kothare: આ વર્ષ ઍક્ટર આદિનાથ કોઠારે માટે બનશે ખાસ- શું નવું લાવી રહ્યો છે?

21 January, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Actor Adinath Kothare: નિર્માતા, નિર્દેશક અને અભિનેતા આદિનાથ કોઠારે માટે વર્ષ ૨૦૨૬ એક વિશેષ વર્ષ બની રહેવાનું છે tએમ કહેવામાં કોઈ અતિશકયોક્તિ નથી. આ વર્ષે તે ઘણા મોટા બજેટના પ્રોજેક્ટનો ભાગ બનશે તેવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે.

આદિનાથ કોઠારે

નિર્માતા, નિર્દેશક અને અભિનેતા આદિનાથ કોઠારે (Actor Adinath Kothare) માટે વર્ષ ૨૦૨૬ એક વિશેષ વર્ષ બની રહેવાનું છે tએમ કહેવામાં કોઈ અતિશકયોક્તિ નથી. કેમકે નવા વર્ષની શરૂઆતમાં જ આદિનાથ કોઠારેની હાલમાં ચાલી રહેલી ટેલિવિઝન સીરિઝ "નસીબવાન"માં તે ટૉપ કલાકાર તરીકે ચમકી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટેલિવિઝનની દુનિયામાં બીજા ક્રમાંકે રહેલા આ શોને પ્રેક્ષકો તરફથી પણ અપાર પ્રેમ મળી રહ્યો છે અને તેથી તે સતત ચર્ચાનો વિષય પણ બનીને ગાજી રહ્યો છે. આ શો તો ખરો જ પણ, નવું વર્ષ આદિનાથ માટે નવા અને રોમાંચક પ્રોજેક્ટ્સનું વર્ષ બને તેવી અપેક્ષા છે. ઘણા વર્ષો સુધી નાના પડદા પર રહ્યા બાદ આ વર્ષે તે ઘણા મોટા બજેટના પ્રોજેક્ટનો ભાગ બનશે તેવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે.

ફિલ્મ નિર્માણ હોય, નિર્દેશન હોય કે અભિનય હોય, આદિનાથે (Actor Adinath Kothare) હંમેશા પોતાના ઉત્કૃષ્ટ કામથી દર્શકોનું મનોરંજન કર્યું છે. આ વર્ષે તે ઓટીટી પ્લેટફોર્મ્સની સાથે સાથે સિલ્વર સ્ક્રીન પર પણ અભિનય કરતો જોવા મળવાનો છે. તે બહુમુખી અને બહુઆયામી ભૂમિકાઓ ભજવીને સાત્વિક મનોરંજન પીરસવા માટે તૈયાર થયો હોય તેમ લાગી રહ્યું છે.

કઇ કઇ ફિલ્મોમાં જોવા મળવાનો છે?

ઓટીટી સ્પેસમાં તો દર્શકોને આદિનાથ પહેલા ક્યારેય ન આવ્યો હોય એવા લુકમાં જોવા મળશે. તે રહસ્યમય વેબ સિરીઝ `ડિટેક્ટીવ ધનંજય` માં જાસૂસની ભૂમિકા ભજવશે, જ્યાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રહસ્યની આ જાળ ક્યારે અને કેવી રીતે પ્રગટ થાય છે તે જોવું દર્શકો માટે અતિ રોમાંચક બની રહેવાનું છે.

આખા દેશનું ધ્યાન ખેંચનાર બહુ ચર્ચિત ફિલ્મ `રામાયણ` પણ આ વર્ષે રિલીઝ થશે. આદિનાથ (Actor Adinath Kothare) આ ફિલ્મમાં ભરતનું પાત્ર ભજવતો જોવા મળશે.  તે રામાયણમાંથી ભારતના પાત્રને કેવી રીતે જીવંત કરે છે, અને તેનો દેખાવ કેવો હશે, તેની માટે લોકો બહુ જ ઉત્સુક છે.

આદિનાથ એક અનોખા અને બિનપરંપરાગત વિષય પર આધારિત `બેના` નામની મરાઠી ફિલ્મ પર પણ કામ કરશે.  તેની અગાઉની ભૂમિકાઓથી વિપરીત, તે આ ફિલ્મમાં પ્રેક્ષકો માટે કંઈક નવું અને અલગ રજૂ કરશે.  `બેના`માં તો તે બેવડી ભૂમિકામાં જોવા મળશે અને અભિનય અને નિર્માણ બંનેની જવાબદારીઓ સંભાળશે.  નોંધનીય છે કે આ ફિલ્મ કેટલાક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ પ્રદર્શિત થવાની અપેક્ષા છે અને ટૂંક સમયમાં થિયેટરોમાં રજૂ કરવામાં આવશે.

આ બધા વિશે આદિનાથ (Actor Adinath Kothare) કહે છે, "પ્રેક્ષકોનો પ્રેમ જ મારી ખરી તાકાત છે.  ૨૦૨૬માં તમે વિવિધ કથાઓ, ભૂમિકાઓમાં મને દિલ ખોલીને કામ કરતો જોઈ શકશો"

એકંદરે, આ વર્ષે આદિનાથ (Actor Adinath Kothare) મુખ્ય કલાકારો સાથે મોટા બજેટના પ્રોજેક્ટ્સનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે. તે પણ જાણીતું છે કે તે હંસલ મહેતાની વેબ સિરીઝ `ગાંધી` માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.  જ્યારે દર્શકો ગાંધીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે મરાઠી ફિલ્મ `ઝપાટલેલા 3` નું શૂટિંગ થશે. ઓટીટી, ફિલ્મો અને ટેલિવિઝનમાં વિવિધ ભૂમિકાઓ ભજવીને આદિનાથ આ વર્ષે ઘણા નવા પ્રોજેક્ટ્સ સાથે દર્શકોનું ધ્યાન ખેંચવા માટે તૈયાર છે. તે આગામી કઈ અન્ય ભૂમિકાઓમાં જોવા મળશે તે જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોશે.

bollywood buzz bollywood news bollywood entertainment news upcoming movie ramayan hansal mehta web series