02 November, 2025 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રને ગુરુવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ સમયે મળેલી જાણકારી પ્રમાણે તેઓ વયને લગતી સમસ્યાથી પીડાય છે અને રૂટીન તપાસ માટે હૉસ્પિટલ આવ્યા હતા. જોકે એક રિપોર્ટ પ્રમાણે ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર છે અને તબિયત સુધારા પર છે.